GSTV
India News Trending

મોદી સરકારનું 2.65 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ, ખેડૂતોથી લઈને મકાન ખરીદનારને આપશે આ મોટી રાહત

કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે લાવવા મોદી સરકારે 2.65 લાખ કરોડ રૂપિયાનું એક વધુ રાહત પેકેજ દેવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સિતારમને કહ્યું કે હાલના આંકડા અર્થવ્યવસ્થામાં સુધારો કરી રહ્યા છે. આ માટે સરકારે આત્મનિર્ભ ભારત 3.0ની જાહેરાત કરી દીધી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત કરી છે. જેથી નવા રોજગારનું સર્જન કરી શકે.

29.88 લાખ કરોડ રૂપિયાનું આપી ચૂક્યા છે પેકેજ

એમાં કોર્પોરેટ લેવલથી લઈને ખેડૂતો સુધી, રિયલ એસ્ટેટથી લઈને માંદા સેક્ટરો સુધી તમામને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 જાહેરાતો કરી છે. આ પેકેજ 2,65,080 કરોડ રૂપિયાનું છે. અત્યાર સુધી સરકાર કુલ ચાર વખત 29,87,641 કરોડ રૂપિયાના પેકેજ આપી ચૂકી છે. જે જીડીપીના 15 ટકા સુધી છે. જેમાં સરકારનો ખર્ચ જીડીપી 9 ટકા છે બાકી રિઝર્વ બેંકના છે.

1.59 લાખ સંસ્થાઓને 8300 કરોડનો લાભ આપવામાં આવ્યો

સ્વનિર્ભર ભારતની રોજગાર યોજના અંતર્ગત 1.59 લાખ સંસ્થાઓને 8300 કરોડનો લાભ આપવામાં આવ્યો છે. 1 કરોડ 21 લાખથી વધુ લોકોને આનો લાભ મળ્યો છે. હવે સરકારે આ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. સરકાર તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને ઇપીએફઓ સાથે જોડશે. જે કર્મચારીઓ અગાઉ પીએફ માટે નોંધાયેલા ન હતા અને તેમનો પગાર 15 હજાર કરતા ઓછો છે, તો તેઓને આ યોજનાનો લાભ મળશે. જેઓ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી નોકરીમાં ન હતા, પરંતુ તે પછી પીએફ સાથે સંકળાયેલા છે, તેમને પણ લાભ મળશે. આ યોજના 30 જૂન 2021 સુધી અમલમાં રહેશે.

કર્મચારીઓનો પીએફનો સંપૂર્ણ 24 ટકા હિસ્સો સરકાર આપશે

બે વર્ષ સુધી, સરકાર 1000 જેટલા કર્મચારીઓવાળી સંસ્થાઓને સબસિડી તરીકે નવી ભરતી કર્મચારીઓના પીએફનો સંપૂર્ણ 24 ટકા હિસ્સો આપશે. આ 1 ઓક્ટોબર 2020 થી લાગુ થશે. 1000 થી વધુ કર્મચારીઓવાળી સંસ્થામાં નવા કર્મચારીના 12 ટકા પીએફ યોગદાન માટે સરકાર 2 વર્ષ માટે સબસિડી આપશે. તેમાં લગભગ 95 ટકા સંસ્થાઓ આવશે અને કરોડો કર્મચારીઓને લાભ થશે.

૧ લાખ લોન લેનારાઓને 2 લાખ કરોડથી વધુની લોન ફાળવવામાં આવી

ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ઇસીએલજીએસ) યોજનાની સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2021 કરવામાં આવી છે. કોરોના સંકટની વચ્ચે, કેન્દ્ર સરકારે એમએસએમઇને સરળ શરતો પર લોન આપવા માટે આ યોજના શરૂ કરી હતી. ઇમર્જન્સી ક્રેડિટ લાઇન યોજના (ઇસીજીએલએસ) હેઠળ, ૧ લાખ લોન લેનારાઓને 2 લાખ કરોડથી વધુની લોન ફાળવવામાં આવી છે. તેમાંથી 1.52 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

બેંકોએ 157.44 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા

નિર્મલા સીતારામને માહિતી આપી કે બેંકોએ 157.44 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. તે જ સમયે, વડા પ્રધાને મત્સ્યઉદ્યોગ સંપત્તિ હેઠળ 1681 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાબાર્ડ દ્વારા રૂ. 25 હજાર કરોડની મૂડી ફાળવવામાં આવી છે. એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ યોજનામાં સામેલ થવાને કારણે સ્થળાંતર કરાયેલા મજૂરોને 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લાભ લઈ રહ્યા છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 1373.33 કરોડ રૂપિયાની 13.78 લોન ફાળવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV