કોરોના વાયરસ મહામારી રોકવાના પ્રયાસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે કામ શરૂ કરી દીધું છે. આ સાથે જ કેન્દ્ર સરકાર લોકડાઉનની અસરને ઓછી કરવા અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વધુ એક બૂસ્ટર ડોઝ આપવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી છે.
લોકડાઉન પુરૂ થયા બાદ ઉભા થનારી સમસ્યા મોટો પ્રશ્ન
આ અધિકારીએ જણાવ્યું છે કે, સરકારનું ધ્યાન 15 એપ્રિલે પૂરા થનારા લોકડાઉન બાદ ઊભા થનારા પ્રશ્નો પર છે. તેમણે કહ્યું છે કે ‘પેકેજને લઈને ચર્ચા થઈ છે, પરંતુ હજી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારનો વિચાર અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાનો છે અને તે માટે કેટલાક ઉપાય કરવાની જરૂર છે.’ જો પેકેજની જાહેરાત કરવામાં આવશે, તો કોરોના વાયરસ મહામારીથી ઊભા થનારા પડકારોનો સામનો કરવા માટે આ ત્રીજુ પગલું હશે.
અગાઉ 1.70,000 કરોડના પેકેજની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી, તેના થોડા કલાક પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ તથા વેપારીઓ માટે રાહતની જાહેરાત કરી હતી. તેના બે દિવસ બાદ સીતારમણે કોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત થનારા લોકો માટે 1.70,000 કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ કહ્યું છે કે, સરકાર પાસે ઘણા વિકલ્પો છે. જેવા કે, મંત્રાલયો દ્વારા શિષ્યવૃત્તિ અને ફેલોશિપ, રવી પાકની લણણી અને સરકારે તેમને એક પછી એક સમાધાન કરવાનું શરૂ કરી દિધું છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….