GSTV

સરકારી નોકરીની તક આપશે મોદી સરકાર, કેન્દ્રના ખાલી પડેલા 7 લાખ પદો જલ્દી ભરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટીએ રોકાણ અને વિકાસ વધારવા માટે વર્તમાન સમયમાં ખાલી પડેલા કેન્દ્રીય પદોને શક્ય હોય તેટલા જલ્દી ભરવાના નિર્દેશ આપ્યાં છે. તાજેતરમાં જ સરકાર તરફથી સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સમયે કેન્દ્ર સરકારના આશરે 7 લાખ પદો ખાલી પડેલા છે.

ડીઓપીટીએ તમામ મંત્રાલયોને સર્ક્યુલર મોકલ્યુ

કેબિનેટ કમિટીના નિર્દેશ બાદ ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)એ તમામ મંત્રાલયોને મંગળવારે સર્ક્યુલર મોકલ્યુ છે. આ સર્ક્યુલરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વાળી પેનલના નિર્દેશનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડીઓપીટીના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે રોકાણ અને ગ્રોથ પર બનેલી કેબિનેટ કમિટીની 23 ડિસેમ્બર 2019ના રોજ થયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા વિભિન્ન વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલા વર્તમાન પદોને ટૂંક સમયમાં ભરવા કહેવામાં આવ્યું છે.

દર મહિને આપવો પડશે રિપોર્ટ

ડીઓપીટીના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે તમામ મંત્રાલયોએ પોતાના ખાલી પડેલા પદોને ભરવા અંગે દર મહિનાની પાંચ તારીખે રિપોર્ટ આપવો પડશે. ખાલી પડેલા પદોને ભરવા અંગે તમામ મંત્રાલયો અને વિભાગોએ પોતાનો પહેલો રિપોર્ટ 5 ફેબ્રુઆરી 2020એ આપવાનો છે. સરકાર તરફથી ગત નવેમ્બરમાં સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર 2018 સુધી કેન્દ્ર સરકારના આશરે 7 લાખ પદ ખાલી પડ્યાં છે જ્યારે 2014થી અત્યાર સુધી 1.57 લાખ પદોનો વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બેરોજગારીના મુદ્દા પર વિપક્ષ વારંવાર મોદી સરકારને આડે હાથ લેતું આવ્યું છે. ત્યારે લાગે છે કે, હવે વિપક્ષના પ્રહારોની અસર મોદી સરકાર પર પડી છે. મોદી સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહી છે. જેના માટે બજેટમાં પણ મોટી રકમ ફાળવવાની તૈયારીઓ ચાલી રહી છે. તો વળી બીજી બાજુ મોટી માત્રામાં નોકરીઓના અવસર ઊભા કરવાના પ્રયાસો પણ ચાલે છે. વિપક્ષી પાર્ટી સતત મોદી સરકાર પર રોજગાર અને રોકાણને લઈ ઘેરાવ કરતા આવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, સરકાર આ વિષય પર ગંભીરતાથી વિચારતી નથી. નોકરી આપવાનું વચન સરકારે કર્યું હતું, તેને મોદી સરકાર પુરૂ કરી શક્યા નથી.

Read Also

Related posts

બદલાઈ જશે ચેક પેમેન્ટને લગતા આ નિયમો, RBI લાવવા જઈ રહ્યું છે આવી સિસ્ટમ

Arohi

કોરોના સંકટ વચ્ચે નોકરી છોડનારને આ આઇટી જાયન્ટ આપશે એડવાન્સ પગાર, શરતો લાગુ*

pratik shah

વડોદરા/ સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટરનું થયું શંકાસ્પદ મોત, માનસિક ત્રાસ મળતો હોવાની ચર્ચા ઉઠી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!