દેશમાં મૌની બાબા મનમોહનસિંહની નહીં મોદીની સરકાર, આખરે બકરાની મા ક્યાં સુધી ખૈર મનાવશે

ઉત્તરપ્રદેશના અલીગઢમાં બ્રજ વિસ્તારના બૂથ પ્રમુખોને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિપક્ષ પર શાબ્દીક બાણ છોડ્યા. અમિત શાહે કહ્યું કે પાકિસ્તાનમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇખ કરવામાં આવી કારણ કે દેશમાં મૌની બાબા મનમોહનસિંહની નહીં મોદીની સરકાર છે. યુપીએની સરકારમાં ઘૂસણખોરો ઘૂસી આવતા હતા. અને વિસ્ફોટ કરીને નાસી જતા હતા. પરંતુ આ સરકારમાં આવું નથી થતું. તેમણે કહ્યું કે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ, બીએસપી અને એસપી પોતાનું વલણ સ્પષ્ટ કરે. ભાજપ ઇચ્છે છે કે અયોધ્યામાં તે જ સ્થાને રામ મંદિર બને.

સપા-બસપાના જોડાણ પર નિશાન તાકતા શાહે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે જનતા બુઆ-ભતીજાની દુકાન પર અલીગઢનું તાળુ લગાવી દે. રાજીવ કુમારના સમર્થનમાં ઉતરેલા મમતા બેનર્જી પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે સીબીઆઇ આરોપીની પૂછપરછ કરવા ઇચ્છે છે તેમાં મમતા બેનર્જીને ખોટું લાગી રહ્યું છે. તેઓ ધરણાં પર શા માટે બેઠા. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ ડરેલા છે. આખરે બકરાની મા ક્યાં સુધી ખૈર મનાવશે. અલીગઢમાં ભાજપની સભાને સંબોધીત કરતા સીએમ યોગી આદિત્યનાથે એસપી, બીએસપી, કોંગ્રેસને ઇશારા-ઇશારામાં હિન્દૂ વિરોધી ગણાવ્યા. ગત સરકારોમાં પર્વ અને તહેવારોને શાંતિથી મનાવવાની સ્વતંત્રતા ન હતી. પરંતુ હવે ગમે તે પર્વ અને તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે.

યોગીએ કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેન્દ્રીય યુનિવર્સિટી છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળે છે તો પછી અલીગઢમાં શા માટે નહીં. સીએમ યોગીએ માગણી કરી કે અલીગઢ યુનિવર્સિટીમાં પણ અનામત લાગુ થવી જોઇએ. કોંગ્રેસે તુષ્ટીકરણના આધારે લોકોના ભાગલા પાડ્યા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter