GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મોદી સરકારે સત્ય સ્વિકાર્યું : હોસ્પિટલોમાં નહીં મળે જગ્યા, કોરોનાના એટલા વધી રહ્યા છે કેસ

કેન્દ્ર સરકાર તરફથી ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં કોરોના મહામારીને લઈને એક સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્રની મોદી સરકારે પોતાના સોગંદનામામાં કબૂલ્યું છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યામાં સતત વધી રહ્યો છે. જે આગામી સમયાં વધી શકે છે. જેથી આ ઘટનામાં દેશમાં મોટી સંખ્યામાં મેક-શિફ્ટ હોસ્પિટલો ઊભી કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામું – એફિડેવિટમાં જણાવાયું છે કે દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં નજીકના ભવિષ્યમાં હાલની હોસ્પિટલો ઉપરાંત કોરોના દર્દીઓ માટે કામચલાઉ મેક-શિફ્ટ હોસ્પિટલો પણ બનાવવાની રહેશે. જેથી તેમની દેખભાળ કરી શકાય.

કોરોના

ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી ગયા

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં કહેવાયું છે કે, સંકટની આ ઘડીમાં દર્દીઓની સંભાળ રાખવામાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓની સંભાળ લેવાની જરૂર છે. સરકાર દ્વારા અત્યંત નિષ્ઠાથી તેમનું રક્ષણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી ગયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં દરરોજ 8 હજારથી વધુ કેસ નવા પોઝીટીવ આવી રહ્યા છે. જ્યારે ગુરુવારે પણ 9 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 2.17 લાખે પહોંચી ગઈ હતી, જ્યારે મૃત્યુઆંક 6,000 ને વટાવી ગયો છે.

Corona

મજૂરોને 20 હજાર કરોડ આપ્યા તે ગયા ક્યાં ?

આ અગાઉ ગુરુવારે જ લોકડાઉન દરમિયાન સુપ્રીમ કોર્ટમાં મજૂરોના પગારને લઈને સુનાવણી થઈ હતી. સરકાર તરફથી કોર્ટમાં આ બાબતે જણાવ્યું છે કે આ બાબત કંપની અને મજૂરો વચ્ચેનો મામલો છે, તેથી તેઓ તેમાં દખલ નહીં કરે. કોર્ટ હવે આ મામલે 12 જૂને ચુકાદો આપશે. સુનાવણી દરમિયાન કોર્ટે કડક કાર્યવાહી કરી હતી અને પૂછ્યું હતું કે એક તરફ તમે દાવો કરી રહ્યા છો કે તમે શ્રમિકો – મજૂરોના ખિસ્સામાં પૈસા મૂક્યા છે. તે 20 હજાર કરોડ રૂપિયા આખરે ગયા ક્યાં ?

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!