GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મોદી સરકારની નવી યોજના! ફક્ત 1000નું રોકાણ કરી દર 6 મહિને કરો આટલી કમાણી, જાણો બીજા શું છે ફાયદા?

મોદી સરકાર

ગઈ એક જુલાઈએ કેન્દ્રની મોદી સરકારે એક ખાસ સ્કિમ લોન્ચ કરી હતી. આ સ્કીમનું નામ ટેક્સેબલ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ છે. આ સ્કીમ હેઠળ રોકાણ કરનાર રોકાણકારોને દર 6 મહિને ફાયદો થશે. હકીકતે આ એક બોન્ડ સ્કીમ છે. તેમાં રોકાણ માટે તમારે બોન્ડ ખરીદવાનો રહેશે. આ બોન્ડ 7 વર્ષનો રહેશે અને તેની ઉપર વર્ષમાં બે વખત 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વ્યાજ આપવામાં આવશે.

વ્યાજના પૈસા રોકાણકારના એકાઉન્ટમાં જમા થઈ જશે

માની લો કે તમે હાલ આ બોન્ડમાં રોકાણ કરી લીધું છે તો તમારે એક જાન્યુઆરી 2021થી તેનું વ્યાજ મળશે આ વ્યાજ 7.15 ટકાના દરે મળે છે. દરેક અવતા છ મહિના માટે છ-છ મહિના બાદ વ્યાજને નવેસરથી નક્કી કરવામાં આવશે. છ મહિના પુરા થતાની સાથે જ વ્યાજના પૈસા રોકાણકારના એકાઉન્ટમાં જમા થઈ જશે.  

મોદી સરકાર

કેટલું કરી શકો છો રોકાણ?

બોન્ડમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ત્યાં જ રોકાણની કોઈ લિમિટ નથી.

કઈ રીતે કરી શકાય રોકાણ

બોન્ડને કોઈ પણ સરકારી બેન્ક, IDBI બેન્ક, એક્સિસ બેન્ક, HDFC બેન્ક અને ICICI બેન્ક દ્વારા ખરીદી શકાય છે. કેશ દ્વારા વધુ 20 હજાર રૂપિયાના બોન્ડ ખરીદી શકાય છે.

મોદી સરકાર

આ ઉપરાંત ડ્રાફ્ટ, ચેક અને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ દ્વારા પણ બોન્ડ ખરીદી શકાય છે. અહીં જણાવી દઈએ કે બોન્ડને ફક્ત ઈલેક્ટ્રોનિક રૂપમાં જ ખરીદી શકાય છે. જોકે આ ટેક્સ સેવિંગ બોન્ડ નથી માટે તેના પર મળનાર વ્યાજથી થતી કમાણી પર નિયમાનુસાર ઈનકમ ટેક્સ ભરવાનો રહેશે.

Read Also

Related posts

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી યોજાશે અમેરિકામાં, ટ્રમ્પના હરીફ ઉમેદવારે જાહેરાત પાછળ ખર્ચ્યા 5.98 અબજ રૂપિયા

Pravin Makwana

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!