GSTV
Home » News » મોદી સરકાર મારશે નવો માસ્ટરસ્ટ્રોક : આ માસમાં કરાવી શકે છે વિધાનસભાની ચૂંટણી

મોદી સરકાર મારશે નવો માસ્ટરસ્ટ્રોક : આ માસમાં કરાવી શકે છે વિધાનસભાની ચૂંટણી

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ રાજ્યના નવા સીમાંકન મામલે ચૂંટણી પંચની પહેલી બેઠક મળી છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના જિલ્લાની  હદ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરના ચૂંટણી પંચ પાસેથી નવા સીમાંકનની વધુ માહિતી માગી છે.

જોકે, કેન્દ્ર સરકાર સીમાંકન અંગે મંજૂરી આપશે ત્યાર બાદ જિલ્લાની હદ અંગે કામગીરી શરૂ કરવામાં આવશે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર માસમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. જેના માટે ચૂંટણી પંચ તડામાર તૈયારી કરી રહ્યુ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા છે.

જેથી લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના સીમાંકનની નવી રચના કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ રાજ્યમાં નવી હદ અંગે મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વહીવટી માળખાનો રોડ મેપ પણ તૈયાર કરી રહી છે. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે નવી યોજનાની પણ જાહેરાત કરી શકે છે.

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!