GSTV
AGRICULTURE Trending

આ કામ માટે ખેડૂતોને 3.75 લાખ રૂપિયા આપશે મોદી સરકાર, આ રીતે લઈ શકો છો લાભ

કેન્દ્ર સરકારે એક એવી યોજના બનાવી છે જેમાં યુવાન ખેડૂત ગામમાં સોઈલ ટેસ્ટિંગ લેબ બનાવી કમાણી કરી શકે છે. લેબ સ્થાપિત કરવામાં 5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જેને 75 ટકા એટલે કે, 3.75 લાખ રૂપિયા સરકાર આપશે. જેમાં 60 ટકા કેન્દ્ર અને 40 ટકા સબ્લિડી સંબંધિત રાજ્ય સરકાર પાસેથી મળશે. સરકાર જે પૈસા આપશે તેમાંથી 2.5 લાખ રૂપિયાની તપાસ મશીન, રસાયણ અને પ્રયોગશાળા ચલાવવા માટે અન્ય જરૂરી વસ્તુ ખરીદવા પર ખર્ચ થશે. કોમ્પ્યૂટર, પ્રિંટર, સ્કેનર, GPS ની ખરીદ પર 1 લાખ રૂપિયા લાગશે.

30 ટકા નમૂના પ્રદાન કરવામાં આવે છે

સરકાર દ્વારા માટીના નમૂના લેવા, પરીક્ષણ કરવા અને સોઈલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે 30 ટકા નમૂના પ્રદાન કરવામાં આવે છે. લેબ બનાવનાર ઈચ્છુક યુવા, કિસાન અને અન્ય સંગઠન જિલ્લા કૃષિ ઉપનિદેશરક, સંયુક્ત નિર્દેશક અથવા તેમના કાર્યાલયમાં પ્રસ્તાવ આપી શકે છે. agricoop.nic.in વેબસાઈટ અથવા soilhealth.dac.gov.in પર તે માટે સંપર્ક કરી શકે છે. કિસાન કોલ સેંટર (1800-180-1551) પર પણ સંપર્ક કરી સત્તાવાર જાણકારી લઈ શકો છો.

માટીની તપાસ કરવાની સુવિધા

સરકારની કોશિશ છે કે, ખેડૂતોને તેમના ગામમાં જ ખેતીની માટીની તપાસ કરવાની સુવિધા મળે છે. સાથે જ ગ્રામીણ યુવાઓને રોજગાર પણ મળશે. આ સ્કીમ હેઠળ ગ્રામીણ યુવા અને કિસાન જેમની ઉંમર 18 થી 40 વર્ષ છે, ગ્રામ્ય સ્તર પર મિની સોઈલ ટેસ્ટિંગ લેબ (Soil Test Laboratory) બનાવી શકે છે. સ્વયં સહાયતા સમૂહ, કૃષક સહકારી સમિતિઓ અને કૃષક ઉત્પાદક સંગઠન (FPO)ને પણ પ્રયોગશાળા સ્થાપિત કરવા પર આ મદદ મળશે.

આ રીતે શરૂ કરો કામ

માટીની તપાસ પ્રયોગશળાને બે રીતથી શરૂ કરી શકાય છે. પ્રથમ રીતમાં પ્રયોગશાળા એક દુકાન પર લઈને ખોલી શકાય છે. તે સિવાય બીજી પ્રયોગશાળા જેને ક્યાંય પણ લઈ જઈ શકાય. જેને MOBILE SOIL TESTING VAN પણ કહે છે.

ગ્રાહકોને મોકલી દેવામાં આવશે

પ્રથમ રીતમાં ધંધાર્થી માટીની તપાસ કરશે જે તેમની પ્રયોગશાળામાં કોઈના દ્વાર પર મોકલવામાં આવશે અને ત્યારબાદ તેમની રીપોર્ટ ઈ-મેલ અથવા પ્રિંટ આઉટ લઈને ગ્રાહકોને મોકલી દેવામાં આવશે. જોકે, પહેલાની સરખામણીમાં બીજો વિકલ્પ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તેથી જ્યાં સુધી તેમાં રોકાણનો પ્રશ્ન છે, તે પ્રથમ વિકલ્પની સરખામણીમાં વધારે છે.

ઘણી પ્રયોગશાળાઓની જરૂરિયાત

દેશમાં આ સમયે નાની-મોટી 7949 લેબ છે. જે ખેડૂતો અને ખેતીના હિસાબથી અપૂરતું હોઈ શકે છે. સરકારે 10,845 પ્રયોગશાળા મંજૂરી કરી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપર સભ્ય વિનોદ આનંદ કહે છે કે, દેશભરમાં 14.5 કરોડ ખેડૂત પરિવાર છે. એવામાં એટલી ઓછી પ્રયોગશાળાઓથી કામ ચાલશે નહી. ભારતમાં લગભગ 6.5 લાખ ગામ છે. એવામાં વર્તમાન સંખ્યાને જોવામાં આવે તો, 28 ગામ પર એક લેબ છે. તેથી આ સમય ઓછામાં ઓછા 2 લાખ પ્રયોગશાળાઓની જરૂરિયાત છે. ઓછી પ્રયોગશાળાને કારણે સરખી રીતે તપાસ થઈ શકતી નથી.

READ ALSO

Related posts

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar
GSTV