GSTV

ચૂંટણીના મોસમ વૈજ્ઞાનિક ગણાતા મોદી સરકારના મંત્રીએ બદલી પાટલી, કોંગ્રેસની ભાષા બોલી મોદીને આપ્યો ઝટકો

Last Updated on January 4, 2020 by Mayur

બિહાર વિધાનસભાની તોળાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સાથી પક્ષ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)ના નેતા રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે નાગરિકતા તો જવા દો, પ્રજાના કોઇ પણ અધિકાર પર સરકાર હાથ નાખી શકે નહીં. નાગરિકતા અંગેના નવા કાયદા (સીએએ)ની વિરુદ્ધ વિપક્ષની ભાષા બોલી રહેલા પાસવાને એવો સંકેત આપ્યો હતો કે એલજેપી પણ આ કાયદા વિરોધી વલણ અપનાવશે જેથી બિહાર વિધાનસભાની ચૂ્ંટણીમાં પોતાને માર ન ખાવો પડે.

પીટીઆઇ સમાચાર સંસ્થા સાથે બોલતાં પાસવાને કહ્યું કે દલિત, પછાત, રઝળતા (વિસ્થાપિત) લોકેા કે બીજા કોઇ પણ સમાજના લોકો આ દેશના નાગરિક છે અને કોઇ પણ સરકાર નાગરિકતા છીનવી શકે નહીં. પાસવાને કહ્યું કે મુસ્લિમોએ જરા પણ ડરવાની જરૂર નથી. દેશના નાગરિક હોય એવા મુસ્લિમોને આ કાયદો લાગુ પડતો નથી.

નાગરિકતા અંગેના રાષ્ટ્રીય રજિસ્ટર (એનઆરસી)ના મુદ્દે બોલતાં પાસવાને કહ્યું કે આ મુદ્દે હજુ કોઇ નક્કર વાત થઇ નથી. બીજું કે આ રજિસ્ટરના આધારે કોઇની નાગરિકતા છીનવી શકાય નહીં. તેમણે એવો દાવો કર્યો હતો કે હું અને મારો પક્ષ સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાને વરેલા છીએ, એમાંથી અમે કોઇ સંજોગોમાં ડગવાના નથી.

પાસવાને કહ્યું કે 2003માં પહેલીવાર નાગરિકતા અંગેના કાયદામાં ફેરફાર કરાયા હતા. એ કાયદાની સાથે એનઆરસી જોડવામાં આવ્યું હતું. 2004માં યુપીએ સરકારે ધાર્યું હોત તો આ પ્રસ્તાવ પડતો મૂકી શકી હોત. પરંતુ એમ ન કરતાં ત્યારના ગૃહ પ્રધાન પી ચિદંબરમે લોકસભામાં કહ્યુ્ં હતું કે એનઆરસી સીએએનો એક હિસ્સો બની રહેશે.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!