GSTV

તમને આવ્યો છે? મોદી સરકારે 11 કરોડ ખેડૂતોના મોબાઈલ પર મોકલ્યો છે આ સંદેશ, જાણો શું છે આ મેસેજમાં

મોદી સરકાર

નાવ કૃષિ કાયદા પર થઈ રહેલા હંગામાની વચ્ચે મોદી સરકારે (Modi Government) દેશના લગભગ 11 કરોડ ખેડૂતોને એક ખાસ સંદેશ મોકલ્યો છે. આ સંદેશ ઓછામાં ઓછા સમર્થન મુલ્ય (MSP) સાથે જોડાયેલું છે. આ સંદેશમાં રબી સીઝન 2020-21 માટે ઘોષિત એમએસપીનો આખો બ્યોરા આપવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલા કોઈ ઉપજનો કેટલો ભાવ હતો અને હવે તેનો કેટલો ભાવ થઈ ગયો છે. કૃષિ મંત્રાલયે અમુક અધિકારીઓને કહ્યું છે કે સરકાર દ્વારા ખેડૂતોને સીધો તેમના મોબાઈલ પર મેસેજ મોકલવાથી કદાચ સામાન્ય ખેડૂત (Farmers) થોડો નરમ પડશે અને વિપક્ષના પ્રયત્ન છતા પીએમ મોદીની ઈમેજ એન્ટી ફાર્મર નહીં બની શકે.

હકીકતે આ સમયે અમુક વિપક્ષી દળ અને ખેડૂત સંગઠન કહી રહ્યા છે કે કૃષિ કાયદાના કારણથી ખેડૂતોને એમએસપી નથી મળી શકે. તેને લઈને અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિએ 25 સપ્ટેમ્બરે ભારત બંધ કર્યુ છે. આખો ઝઘડો એમએસપીને લઈને થઈ રહ્યો છે. પીએમ ખેડૂત સમ્માન નિધિ સ્કીમ (PM kisan samman nidhi scheme) હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ખેડૂતો રજીસ્ટર્ડ થઈ ચુક્યા છે. તેના માટે સરકારે આ ખેડૂતોની પાસે પોતાનો કોઈ પણ સંદેશ મોકલવો સરળ થઈ ગયો છે.

મોદી સરકાર

કેન્દ્રીય કૃષિ મંત્રીનો સંદેશ

ખેડૂતોને મોકલવામાં આવેલા એસએમએસમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે સરકારે રબી 2020-21 માટે MSP જાહેર કરી દીધી છે.

ઘઉંનું સમર્થન મુલ્ય 50 રૂપિયા વધારીને 1975, જઉંનું 75 રૂપિયા વધારીને 1600, ચણાનું 225 રૂપિયા વધારીને 5100 પ્રતિ ક્વિંટલ કરી દેવામાં આવ્યું છે.

આ જ રીતે મસુરનું એમએસપી 300 રૂપિયા વધારીને 5100, સરસવનું 225 રૂપિયા વધારીને 4650 તથા કેસરમાં 112ની વૃદ્ધિ કરીને 5327 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરી દેવામાં આવી છે.

મોદી સરકાર

સરકારે 2021-22માં કયા પાકની કેટલી બતાની લાગત

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પ્રતિ ક્વિંટલ ઘઉં ઉગાડવામાં ખેડૂતની લાગત 960 રૂપિયા, જેમાં 971, ચણામાં 2866, મસૂરમાં 2864, સરસવમાં 2415 અને કેસરમાં 3551 રૂપિયાની રકમ આવે છે. કિંમત અનુસાર સૌથી વધારે 106 ટકાની વૃદ્ધિ ઘઉંના રેટમાં કરવામાં આવી છે.

આ કિંમતમાં દરેક ચુકવણીનો સમાવેશ થાય છે. જેવા કે ભાડા, માનવ શ્રમ, બળદના શ્રમ/ મશીન શ્રમ, પટ્ટા ભુમિ માટે આપવામાં આવેલું ભાડુ, બીજ, ખાતર, સિંચાઈ વ્યય, ઉપકરણો અને ફાર્મ ભવનોનું મુલ્ય, કાર્યશીલ પુંજી પર વ્યાજ, પંપ સેન્ટો વગેરેને ચલાવવા માટે ડીઝલ વિજળી અને પારિવારિક શ્રમનું મુલ્ય.

Read Also

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!