GSTV

હવે તમારા ઘરનું પણ ઇન્સ્યોરન્સ કરાવશે મોદી સરકાર, ‘એક્ટ ઓફ ગોડ’માં નુકશાન થશે તો ભગવાન પર નહિ કરવો પડે કેસ

Last Updated on July 29, 2021 by Pritesh Mehta

કરોડો નાગરિકો માટે પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જીવન વીમો આપવાની સુવિધા આપવાની સાથે હવે મોદી સરકાર તમારા ઘર માટે પણ એક ખાસ યોજનાની જાહેરાત કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મળતી જાણકારી મુજબ કેન્દ્ર સરકાર હોમ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી શકે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી તમારા ઘરને પૂર, ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં થયેલ નુક્શાનની ભરપાઈ માટે 3 લાખ રૂપિયાનું વીમા  કવચ આપવામાં આવશે.

ઇરડા

3 લાખ રૂપિયાનું આ ઇન્સ્યોરન્સ કવર ઘરના સમાનને થયેલ નુકશાન માટે હશે. આ ઉપરાંત, પરિવારના 2 સભ્યોને 3 લાખ રૂપિયા મળશે. આ રકમ પર્સનલ એક્સીડંટ કવર પોલિસી લેનાર સભ્યોને મળશે. કેન્દ્ર સરકારની આ સ્કીમને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેનું પ્રીમિયમને લોકોના બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી દેવામાં આવશે.

ઇન્સ્યોરન્સ

કેટલું આપવું પડશે પ્રીમિયમ?

રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઈચ્છે છે કે આ પોલિસી માટે 1000 રૂપિયા વધુ પ્રીમિયમ વસુલવામાં આવે. જયારે સરકાર આ પ્રીમિયમ 500 રૂપિયાની આસપાસ રાખવા ઈચ્છે છે. કેન્દ્ર સરકાર આ સ્કીમને મોટા સ્તરે લાગુ કરવા માંગે છે. તેને, પૂર, ભારે વરસાદ, ભૂસ્ખલન, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં લોકોને એક સિક્યોરિટી કવર મળી શકે.

માનવામાં આવી રહયું છે કે સામાન્ય લોકોથી લઈને કંપનીઓ માટે આ સ્કીમ ક્રાંતિકારી સાબિત થઇ શકે છે. સરકાર આ સ્કીમને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. જોકે હાલ આ મુદ્દો પ્રીમિયમની રકમને લઈને અટવાયો છે. આ સમાચાર બાદ જનરલ ઇન્સ્યોરન્સના શેરોમાં પણ તેજી જોવા મળી છે.

પહેલા આ બે ઇન્સ્યોરન્સ સ્કીમ લોન્ચ કરી ચુકી છે મોદી સરકાર

જણાવી દઈએ કે સરકાર 2015માં જ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના લોન્ચ કરી ચુકી છે. આ યોજના હેઠળ 55 વર્ષ સુધીની ઉંમર સુધી કોઈપણ કારણે મૃત્યુ થાય તો પરિવારના નોમિનીને 2 લાખ રૂપિયાનું જીવન વીમા સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ પોલિસી લેવા માટે નાગરિકની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત સરકારે પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના પણ લોન્ચ કરી છે જે એક અકસ્માત વીમા યોજના છે. 18થી 70 વર્ષ સુધી કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ પોતાનો વીમો કરાવી શકે છે. તે માટે વ્યક્તિ પાસે  એક સેવિંગ બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે અને પોલિસી પ્રીમિયમના કપાત માટે એક ઓટો ડેબિટ નિર્દેશ આધારિત કરવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!