GSTV

સરકારની બચત યોજનાઓમાં રૂપિયા રોક્યા હોય તો વાંચી લેજો, આ નિર્ણયની નફા પર થશે અસર

પોસ્ટ ઑફિસની સેવિંગ્સ સ્કીમ્સ પર વધુ નફો મેળવવા માટે તમારી પાસે ફક્ત 1 દિવસ બચ્યો છે. મોદી સરકાર નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NFC), પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF),કિસાન વિકાસ પત્ર (KVP) સહિત તમામ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લઇ શકે છ. જણાવી દઇએ કે સરકાર સ્મૉલ સેવિંગ્સ પર દર ત્રિમાસિક વ્યાજ દર નક્કી કરે છે. આ સરકાર પર નિર્ભર કરે છે કે તે ક્યારે તેમાં ફેરફાર કરશે.

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે વ્યાજદરોમાં કોઇ ફેરફાર નહી

સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઑફિસની નાની યોજનાઓના વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નથી કર્યો. સરકારી જાન્યુઆરીથી માર્ચ 2020 ત્રિમાસિક માટે નાની બચત યોજનાઓના વ્યાજ દર પર ટૂંક સમયમાં ઘોષણા કરશે.

નાની બચત યોજનાઓના વર્તમાન વ્યાજ દર

  • પબ્લિક પ્રોવિડેંટ ફંડ   (Public Provident Fund (PPF interest Rate): 7.9%
  • સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme Interest Rate): 8.4%
  • વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizens Savings Scheme Interest Rate): 8.6%
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Savings Certificate (NSC) Interest Rate): 7.9%
  • કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra (KVP) Interest Rate): 7.6%
  • નેશનલ સેવિંગ્સ મંથલી ઇનકમ સ્કીમ એકાઉન્ટ (Monthly Income Scheme Account, MIS Interest Rate): 7.6%
  • નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ (National Savings Recurring Deposit Account Interest Rate): 7.2%

Read Also

Related posts

મણિનગરની ખાનગી સ્કૂલની બેદરકાર સામે આવી, વાલીઓની ભીડ જોવા મળી શાળા પર

pratik shah

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!