GSTV

મોદી સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયા, એક વર્ષમાં પેટ્રોલનો ભાવ 23 રુપિયા વધ્યો : પ્રિયંકા ગાંધીના ચાબખાં

પેટ્રોલ

Last Updated on October 25, 2021 by Bansari

પેટ્રોલ ડિઝલની વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી મોદી સરકારને નિશાના પર લીધી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એક મીડિયા રિપોર્ટને શેર કરીને કહ્યુ હતુ કે, આ વર્ષે પેટ્રોલના ભાવમાં 23.53 રુપિયાનો વધારો થયો છે.મોદી સરકારે લોકોને તકલીફો આપવામાં નવા રેકોર્ડ સર્જયા છે.સૌથી વધારે બેકારી પણ મોદી સરકારમાં છે અને સૌથી વધારે સરકારી સંપત્તિઓ પણ મોદી સરકારમાં વેચાઈ છે.મોદી સરકારમાં જ એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં સૌથી વધારો થયો છે.

રણદીપ સુરજેવાલાએ પણ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મીડિયા રિપોર્ટને ટાંકીને સરકાર પર હુમલો કર્યો હતો અને સરકારના અચ્છે દીન કહીને ટોણો માર્યો હતો.ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં શનિવારે સતત ચોથા દિવસે વધાર થયો હતો.બંનેના ભાવમાં 35.35 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે.છેલ્લા 18 મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર 36 રુપિયા અને ડિઝલ 26.58 રુપિયા મોંઘુ થઈ ચુકયુ છે.

Read Also

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!