GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

હવે લોકડાઉનનો અપયશ લેવા નથી ઈચ્છતી મોદી સરકાર, કોરોના વકરશે તો જવાબદારી રાજ્યોના શિરે

મોદી

મોદી સરકાર હવે લોકડાઉનનો અપયશ લેવાના પક્ષમાં નથી. લોકડાઉન-૪ પૂરું થશે પછી કેન્દ્ર સરકાર પોતાની ભૂમિકા મર્યાદિત કરી દેશે અને રાજ્યોને વધારે સત્તા આપી દેશે. લોકડાઉન પછી કોરોના વકરશે તો તેની જવાબદારી રાજ્યોના શિરે આવશે. કેન્દ્રએ એમાંથી છૂટવાનો તખ્તો તૈયાર કરી લીધો છે.

કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે લોકડાઉન-૪ પછી લોકડાઉનનો નિર્ણય રાજ્ય સરકારો કરશે. લોકડાઉન કેટલું હળવું કરવું અને કોને કેટલી છૂટછાટ આપવી તે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં મૂકી દેવાશે. લોકડાઉન-૪ પછી હવે કેન્દ્ર સરકાર લોકડાઉનનો અપયશ લેવા ઈચ્છતી નથી.

લોકડાઉન

કેન્દ્ર સરકાર પોતાની ભૂમિકા મર્યાદિત બનાવશે

જોકે,કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સલાહ આપશે કે વિવિધ રાજ્યોની ૩૦ મહાનગર પાલિકાને સંપૂર્ણ છૂટ આપવાને બદલે જરૂરી હોય એટલી જ સવલતો શરૂ કરવામાં આવે, કારણ કે દેશના ૮૦ ટકા પોઝિટિવ કેસ આ વિસ્તારોમાં ંછે. સરકારના સિનિયર અધિકારીને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે કેન્દ્ર સરકાર ખૂબ જ મર્યાદિત ભૂમિકા કરીને રાજ્યો ઉપર બધુ મૂકી દેશે. ટૂંકમાં, જો સ્થિતિ ખરાબ થશે તો તેની જવાબદારી જે તે રાજ્યના પ્રશાસનની રહેશે.

મમતા

ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓ ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી કેન્દ્ર પાસે માગી ચૂક્યા છે. બીએસ યેદિયુરપ્પાએ વડાપ્રધાનને પત્ર લખીને મંદિર-મસ્જિદ ખોલવાની પરવાનગીની રજૂઆત કરી હતી. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તો ૧લી જૂનથી મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોને ખોલવાની જાહેરાત કરી છે. મમતા દીદીએ કહ્યું હતું કે સોમવારથી ધાર્મિક સ્થળોને પરવાનગી મળશે અને તે પછીના સોમવારથી એટલે કે ૮મી જૂનથી પ્રાઈવેટ સેક્ટર્સને પણ સંપૂર્ણ છૂટ મળશે. જોકે, ધાર્મિક સ્થળોએ ૧૦થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં.

દરમિયાન અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન મુદ્દે વાત કર્યા પછી તેની જાણકારી વડાપ્રધાન મોદીને મળીને આપી હતી. અત્યાર સુધી ચારેય લોકડાઉન પહેલાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરતા હતા. પહેલી વખત ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને લોકડાઉનની સ્થિતિની જાણકારી વડાપ્રધાનને આપી હતી. મુખ્યમંત્રીઓએ કરેલી રજૂઆતો ગૃહમંત્રીએ વડાપ્રધાન સુધી પહોંચાડી હતી.

Read Also

Related posts

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari

વાલીઓની માંગ મંજુર: NEET અને JEE હાલ પૂરતી મોકૂફ, હવે લેવાશે સપ્ટેમ્બરમાં પરીક્ષા

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!