GSTV
Business Trending

લારી-ગલ્લાવાળાને મોદી સરકાર કરશે આટલા હજારની મદદ, 50 લાખથી વધુ લોકોને થશે ફાયદો

મોદી સરકાર

લારી ગલ્લા અથવા સડક કિનારે વાળી દુકાન ચલાવતા લોકો માટે સરકારે એક લોન સ્કીમ (Govt started Loan Scheme For Street Vendors)શરૂ કરી છે. તેનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. લોકડાઉનના કારણે આવા દુકાનદારોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમની આજીવિકા પર સૌથી મોટો માર પડ્યો છે. આ સ્કીમનો હેતુ લારી-ગલ્લા અને નાની દુકાન ચલાવતા લોકોને સસ્તી લોન આપે છે. સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ માટે આ સ્કીમ માટે 500 કરોડ રૂપિયાની રકમ રાખી છે. તેના માટે કોઈ મોટી શરત નહીં રહે.

કેટલી મળી શકે છે લોન અને કેટલું આપે છે વ્યાજ?

પીએમ સ્વનિધિ યોજના હેઠળ વધુ 10 હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ વ્યાપારને શરૂ કરવામાં મદદ કરે છે. આ ખૂબ જ સરળ શરતોની સાથે આપવામાં આવે છે. આ એક પ્રકારની અનસિક્યોર્ડ લોન છે. આ યોજના હેઠળ રાહત દરો પર વ્યાજ આપવામાં આવે છે. સમય પર દેવાની ચુકવણી કરનાર લોકોને વ્યાજમાં ખાસ છુટ પણ આપવામાં આવે છે.  

મોદી સરકાર

કોને મળી શકે છે લોન?

રસ્તા કિનારે લારી-ગલ્લા, રેકડી વાળા અથવા નાની દુકાન ચલાવતા લોકોને આ લોન આપવામાં આવે છે. ફળ, શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં શામેલ કરવામાં આવ્યા છે. તેને ચલાવનાર પણ આ લોન લઈ શકે છે.

કેટલા લોકોને થશે ફાયદો?

સરકાર માને છે કે આ સ્કીમથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો પહોંચવાની આશા છે. જાણકારો માને છે કે આ સ્કીમ એવા દુકાનદારોની એક રીતે મદદ કરશે. સામાન્ય રીતે આ લોકો વ્યાજખોરોના શકંજામાં ફસાઈ જાય છે. વ્યાજખોર નાની એવી રકમ આપીને તેમની પાસેથી સારી એવી રકમ વસુલ કરે છે. આ સ્કીમ વ્યાજખોરોના શકંજામાંથી તેમને બચાવશે.

મોદી સરકાર

કઈ રીતે કરી શકાય આવેદન?

સૌથી પહેલા અરજદાર સ્કીમની ઓફિશિયલ વેબસાઈટ http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે સામાન્ય કોમ્પ્યુટર સ્ક્રીન પર હોમ પેજ ખુલી જશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ અપ્લાય ફોર લોન?  જોવા મળશે. તેમાં 3 સ્ટેપને ધ્યાનથી વાંચીને વ્યૂ મોર પર ક્લિક કરો. આમ કરવા પર તમને તમામ નિયમ અને શરતો ડિટેલમાં જોવા મળશે. આ પેજ પર તમને વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું છે. આ પહેલા પોઈન્ટની નીચે વાદળી રંગની હાઈલાઈટ હોય છે. ત્યાર બાદ તમને સામે સ્વનિધિ સ્કિમનું ફોર્મ ખુલસે. આ ફાઈલ પીડીએફ ફોર્મેટમાં હશે. એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમને આ ફોર્મમાં પુછવામાં આવેલી દરેક ડિટેલ્સ તમને એપ્લીકેશનની સાથે પોતાના દરેક જરૂરી દસ્તાવેજોને અટેચ કરવાનું રહેશે. ત્યાર બાદ એપ્લીકેશન ફોર્મને અધિકૃત સંસ્થાનોમાં જામા કરવવાનું રહેશે.

Read Also

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV