Last Updated on February 8, 2021 by Karan
ડેટા પ્રાઈવેસીને લઈને આ દિવસોમાં સરકાર અને સામાન્ય યૂઝર્સ પરેશાન છે. હાલમાં જ WhatsApp ની નવી ડેટા પોલિસીને લઈને જ્યાં સામાન્ય યૂઝર્સ નારાજ થઈ ગયા છે. તો સરકારે તેની કાટ તૈયાર કરી લીધી છે. મોદી સરકારે દેશ માટે પોતાની મેસેજિંગ એપ લોન્ચ કરી દીધી છે. આ એપનો હાલમાં સરકારી કર્મચારી વપરાશ કરી રહ્યા છે, પરંતુ જલ્દી તેને સામાન્ય યૂઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવશે.

Sandes એપ થઈ લોન્ચ
કેન્દ્ર સરકારે ડેટા ચોરી અને પ્રાઈવેસીને લઈને એક નવી Sandes એપ લોન્ચ કરી છે. રિપોર્ટ પ્રમાણે, આ એક ઈંસ્ટેંટ મેસેજિંગ એપ છે, જેને હાલમાં સરકારી કર્મચારીઓને જ વપરાશ કરવા માટે આપવામાં આવ્યો છે. આ એપને Government Instant Messaging Systam (GIMS) પણ કહેવામાં આવી રહ્યું છે.
સરકારી કર્મચારીઓને મળી રહ્યું છે એક્સેસ
માહિતી પ્રમાણે gims.gov.inથી આ નવી એપને એક્સેસ કરવામાં આવી શકે છે. હાલમાં સામાન્ય લોકોને તેને વપરાશ કરવાની મંજૂરી નથી. જો કોઈ આ સાઈટ પર ક્લિક કરે છે તો, તેને ‘This authentication method is applicable for authorised government officials’ નો મેસેજ જોવા મળે છે.
Adroid અને iOS પ્લેટફોર્મ પર કરે છે કામ
સંદેશ એપ Adroid અને iOS પર કામ કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, Adroid અને iOS ઓપરેટિંગ સિસ્ટમની સપોર્ટી સાથે તેને તૈયાર કરવામાં આવ્યા છે. આ એપને નવી મોર્ડન ચેટિંગ એપ્સ જેવી જ બનાવવામાં આવી છે. ચેટિંગ એપમાં વોયસ અને ડેટાને મોકલી શકાય છે.
કોઈ ઠોસ નિર્ણય લીધો નથી
છેલ્લા કેટલાક વર્ષોથી ડેટા ચોરીને લઈને ઘણા કેસ સામે આવ્યા છે. જોકે, કેન્દ્ર સરકાર તમામ ઈન્ટરનેટ કંપનીઓને ભારતમાં પોતાનું સર્વર લગાવવા કહી રહી છે, પરંતુ કોઈપણ ઈન્ટરનેટ કંપનીએ અત્યાર સુધી તેનો કોઈ ઠોસ નિર્ણય લીધો નથી. છેલ્લા એક વર્ષના કેન્દ્ર સરકારે ડેટાને લઈને ગંભીરતા દર્શાવવાનું શરૂ કર્યું છે.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
