GSTV

ગામડાના લોકોને મળશે વધુ સુવિધાઓ, મોદી સરકારે લોન્ચ કરી 10 હજાર કરોડ રૂપિયાની યોજના

કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારતની હેઠળ ગ્રામીણ ભારતની સ્વાસ્થ્ય સેવાઓના પાયાની સુવિધાઓમાં વધુ સુધાર લાવવા માટે આયુષ્યમાન સહકાર યોજના શરૂ કરવાની જાહેરાતકરી છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય સેવાના ઈંફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સહકારી સમિતિઓને 10 હજાર કરોડ રૂપિયાનું રૂણ ઉપલબ્ધ કરાવશે. સોમવારેને લોન્ચ કરવામા આવેલી આયુષ્યમાન સહકાર યોજના હેઠળ સરકારી સંસ્થાઓને ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પીટલ, મેડિકલ કોલેજ ખોલવાને લઈને અન્ય સ્વાસ્થ્ય ઉપલબ્ધ કરાવવા માટે લોન આપવામાં આવશે.

10 હજાર કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવશે

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોતમ રૂપાલાએ સોમવારે એક નવી સ્કીમ આયુષ્યમાન સહકારનો શુભારંભ કર્યો છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય સેવાના પાયાની જરૂરિયાતોના વિકાસ માટે સહકારી સમિતિયોના 10 હજાર કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવશે. NCDC ના મેનેજિંગ એડિટર સંદીપ નાયકે કહ્યુ કે, દેશમાં લગભગ 52 હોસ્પીટલ સહકારી સમિતિઓ દ્વારા સંચાલિતછે. આ હોસ્પીટલોમાં બેડની સંખ્યા 5 હજાર છે.

આયુષ શિક્ષા શરૂ કરવામાં મદદ પણ મળશે

આયુષ્માન સહકાર યોજના ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પિટલ, હેલ્થકેયર અને એજ્યુકેશન ઈંફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના, આધુનિકરણ, વિસ્તાર, સમારકામ, રિનોવેશનને કવર કરશે. આ સરકારી હોસ્પીટલોની મેડિકલ અને આયુષ શિક્ષા શરૂ કરવામાં મદદ પણ મળશે. સ્કીમ પરિચાલન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વર્કિંગ કેપિટલ અને માર્જિન મની પણ ઉપલબ્ધ કારવશે. નિવેદનમાં કહેવામાં આવે છે કે, સ્કીમ મહિલાઓની મહત્તમવાળી સહકારી સમિતિઓને 1 ટકા ઈંસ્ટ્રેટસ સબવેશન ઉપલબ્ધ કરાવશે.

સંબંધિત ગતિવિધિઓ માટે સારી જોગવાઈ

તેમણે કહ્યુ છે કે, NCDCના કોષછી સહકારિતાઓ દ્વારા સ્વાસ્થ્ય સેવાની જોગવાઈને પ્રોત્સાહન મળશે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામા આવ્યુ છે કે, જે પણ સહકારી સમિતિઓના ઉપનિયોમાં સ્વાસ્થ્ય સેવા સંબંધિત ગતિવિધિઓ માટે સારી જોગવાઈ છે. તે NCDC થી કરજ પ્રાપ્ત કરી શકશે. NCDC તરફથી આ નાણાકિય મદદ અથવા તો રાજ્ય સરકારના માધ્યમથી અથવા પાત્ર સહકારી સમિતિઓને સીધા પ્રાપ્ત હશે. અન્ય સ્ત્રોતોથી સબ્સિડી અથવા અનુદાન પરસ્પર અનુબંધના હિસાબથી હશે.

કિસાન કલ્યાણની દિશમાં વધુ એક પગલુ

રૂપાલાએ વર્ચુઅલ રીતથી આ યોજનાનો શુભારંભ કર્યા બાદ કહ્યું છે કે, હાજર મહામારીના સમયમાં વધુ સુવિધાઓના નિર્માણની જરૂરિયાત મેહસુસ થઈ છે. NCDC ની યોજના કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને કલ્યાણની ગતિવિધિઓની દિશામાં એક વધુ પગલુ છે. આખા દેશમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં કોઓપરેટિવની મુખ્ય હાજરી છે. દુગ્ધ ઉત્પાદનથી લઈને વિવિધ ક્ષેત્રમાં કો-ઓપરેટવિ ખેડૂતોની ખેડૂતોની વચ્ચે કામ કરી રહી છે. તેમાંથી કેટલીક કોએપરેટિવ સંસ્થાઓ એવી પણ છે જે હોસ્પીટલ પણ ચલાવે છે.

READ ALSO

Related posts

સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ આપનાર હેમચંન્દ્રાચાર્યની આજે જન્મ જયંતિ

Nilesh Jethva

જ્વેલરી એક્સપોર્ટને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય : હવે કસ્ટમ પ્રક્રિયામાંથી મળશે મુક્તિ, વેપારીઓમાં ખુશીની લહેર

Nilesh Jethva

રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ખાનગી હોસ્પિટલોની નફ્ફટાઇ! સુરતમાં ફાયર વિભાગ દ્વારા 2 હોસ્પિટલોને નોટિસ, અહીં તો ઇમરજન્સી એક્ઝિટ જ નથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!