GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

મોદી સરકાર માથે મંદી કરતાં પણ આવી રહી છે મોટી મુસિબત, આ બિલ 2 અબજ ડોલર વધ્યું

સાઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકો પર થયેલા હુમલાના કારણે ભારતનું આયાત બિલ વધશે. અને ભારતીય રૂપિયો ડોલરની સામે વધુ નબળો પડશે. આ પ્રકારનું તારણ સિંગાપોરના ડીબીએેસ બેકિંગ ગ્રૂપ કરવામાં આવ્યુ છે. ડીબીએસના જી-૩ અને એશિયા ક્ષેત્રના મુખ્ય અર્થશાસ્ત્રી તૈમુર બેગના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયા ભારતને ક્રૂડ અને કૂકિંગ ગેસ સપ્લાય કરતા દેશોમાંથી બીજા ક્રમે છે.

ક્રૂડના ભાવમાં દસ ટકાનો ઉછાળો થવાની સાછે ભારતની ચાલુ ખાતાની ખાધમાં જીડીપીના ૦.૪ ટકાથી ૦.૫ ટકા વધશે. ક્રૂડના ભાવમાં પ્રત્યેક એક ડોલરના વધારાથી ભારતના આયાત બિલમાં બે અબજ ડોલરનો વધારો થશે. ભારતને પોતાની ઓઇલ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ૮૩ ટકા ઓઇલની આયાત કરવી પડે છે. ક્રૂડના ભાવ ઉંચા રહેશે તો ભારતીય એરલાઇન્સને ડોમેસ્ટિક ફલાઇટના ભાડામાં દસથી પંદર ટકાનો વધારો કરવો પડશે.

ડ્રોન હુમલાથી પડી અસર

સાઉદી અરેબિયાનાની અરામકો ઓઇલ કંપની પર કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે પાંચ ટકા વૈશ્વિક ઓઇલ પુરવઠા પર અસર પડી છે. જેના કારણે ક્રૂડના ભાવમાં ઇન્ટ્રા ડેમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ૧૯૯૧ પછી પ્રથમ વખત ઇન્ટા ડ્રેમાં ક્રૂડના ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે જરૂર પડશે તો અમેરિકા પોતાના ઇમરજન્સી ભંડોળમાંથી ઓઇલ રિલીઝ કરશે.

સાઉદી અરેબિયા સિવાયના અન્ય ઓઇલ ઉત્પાદક દેશોએ પણ જણાવ્યું છે કે, અરામકોનું ૫૦ ટકા ઉત્પાદન બંધ થવાને કારણે જે પણ ઓઇલ અછત સર્જાશે તેને પૂરી કરવા અમે સક્ષમ છીએ. આ જાહેરાતની પણ ક્રૂડના ભાવમાં સાનુકુળ અસર જોવા મળી હતી. આ હુમલાને કારણે સાઉદી અરેબિયાના ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ૫૭ લાખ બેરલનો ઘટાડો થયો છે. જે કુલ દૈનિક ઉત્પાદનના ૫૦ ટકા છે. એટલે કે સાઉદી અરેબિયાનું દૈનિક ૫૦ ટકા ઉત્પાદન ઘટી ગયું છે.

READ ALSO

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!