મોદી સરકાર વેપારીઓ માટે લાવી રહી છે પેકેજ, 20 પ્રકારની મોટી છૂટછાટ મળશે

રાજધાની દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની આજે થયેલી 32મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત 40 લાખ સુધીના ટર્નઓવર ધરાવતાં વેપારીઓનો જીએસટીમાં સમાવિષ્ટ નહી થાય. જીએસટી પરિષદે કમ્પોઝિશન યોજનાનો લાભ ઉઠાવવા માટે વાર્ષિક વ્યાપાર સીમાને એક કરોડથી વધારીને દોઢ કરોડ કરી દીધી છે. આ સુધારો એક એપ્રિલથી પ્રભાવી થશે.

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે બે પ્રકારની છૂટ લિમિટ હશે. પહેલી 40 લાખના ટર્નઓવર સુધી રહેશે. બીજી નાના રાજ્યોને છૂટ 10 લાખની જગ્યાએ 20 લાખ કરી દેવામાં આવી છે. મોદી સરકાર આટલેથી પણ અટકી નથી પણ એક બાદ એક પટારો ખોલી રહી છે. જેમાં નાના વેપારીઓને મોટા ફાયદા થવાની પૂરી સંભાવના છે.
કેન્દ્રની મોદી સરકાર હવે નાના વેપારીઓ માટે મોટા રાહત પેકેજની તૈયારી કરી રહ્યું છે. એક અગ્રણી ન્યૂઝ ચેનલના મતે, સરકાર નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વિમાની સુવિદ્યા આપવાની તૈયારી કરી રહ્યું છે.

આ પ્રસ્તાવ પર સહમતિ બની ચૂકી છે. દુર્ઘટના વિમાની રકમ 5થી 10 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે . નાના વેપારીઓને ઈસ્પેક્ટર રાજમાંથી છુટકારો અપાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. અામ મોદી સરકાર ચૂંટણી પહેલાં વેપારીઓને મોટી રાહતો આપી શકે છે.

રાહત-1

 • નાના વેપારીઓને સસ્તા વ્યાજ પર લોન મળી શકે છે.
 • વ્યાજમાં 2 ટકાની છૂટ આપવામાં આવી શકે છે.
 • જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નાના વેપારીઓને ફાયદો મળશે.
 • છૂટ હેઠળ ફાયદો મેળવનાર વેપારીઓનું ટર્નઓવરની સૌથી વધુ સીમા નક્કી થશે.
 • મહિલા વેપારીઓને સૌથી વધુ છૂટ મળી શકે છે.

રાહત-2

 • નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વિમાની સુવિદ્યા આપવાનો પ્રસ્તાવ છે.
 • દુર્ઘટના વિમાની રકમ 5થી 10 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે.
 • વેપારીઓના ટર્નઓવરના હિસાબથી વિમાની રકમ નક્કી થશે.
 • જીએસટી હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને જ વિમાનો ફાયદો મળશે.

રાહત-3

 • નાના વેપારીઓને વૃદ્ધાવસ્થા પેંશનની સુવિદ્યા મળી શકે છે.
 • ટ્રેડર્સ વેલફેયર બોર્ડની રચના કરવાનો પ્રસ્તાવ છે.
 • સરકાર અને વેપારીઓના પ્રતિનિધિ બોર્ડમાં સામેલ થશે.
 • વેલફેયર બોર્ડ મારફતે પેંશનની ચૂકવણી કરવામાં આવી શકે છે.
 • હાલની સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નાના વેપારીઓને લાવી શકાય છે.

રાહત-4

 • ડિજિટલ ટ્રાન્જેક્શન પર બેંક ચાર્જથી છૂટ મળી શકે છે.
 • રૂપે ડેબિટ કાર્ડ, ભીમ અને યૂપીઆઈથી થનાર ડિજિટલ ટ્રાન્જેક્શન પર છૂટ આપવાની તૈયારીમાં છે.
 • કોમ્પ્યૂટર લગાવવા અને આધુનિકલ ટેકનીકના ઉપયોગ માટે મળી શકે છે સસ્તી લોન.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter