GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સવર્ણોને અનામત આપ્યા બાદ મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે આ રાહત

લોકસભા ચૂંટણી પહેલા આર્થિક રૂપે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપ્યા બાદ હવે મોદી સરકાર મધ્યમ વર્ગીય પરિવારોને પોતાની તરફ આકર્ષિત કરવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર મધ્યમ વર્ગને ખુશ કરવા માટે ઇનકમ ટેક્સમાં મોટી મુક્તિની જાહેરાત કરી શકે છે. આ સાથે જ ઘરનુ સપનુ જોઇ રહેલા લોકોને પણ મોદી સરકાર મોટી ભેટ આપી શકે છે.

ત્રણ રાજ્યોમાં પરાજય બાદ મોદી સરકારે પોતાની સરકારમાં આત્મમંથન કર્યુ છે અને પોતાની સરકારમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે ઉંઘમાંથી સફાળી જાગી છે. મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા દરેક વર્ગના લોકો માટે યોજના તૈયાર કરી રહી છે. આર્થિક રૂપથી પછાત સવર્ણોને અનામત આપ્યા બાદ હવે મોદી સરકાર મધ્યમ વર્ગને પોતાની તરફ લાવવા ઈચ્છે છે. આગામી અંતિમ બજેટમાં મોદી સરકાર ઈન્કમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારી શકે છે.

સૂત્રો મુજબ, નાણાં પ્રધાન ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80 સી હેઠળ ટેક્સ સ્લેબમાં મોટું પરીવર્તન કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે પેન્શન ધારકો માટે મોટાભાગની છૂટની જાહેરાત થઇ શકે છે. ઘરનુ સપનુ જોઇ રહેલા લોકો માટે પણ મોદી સરકાર મોટી જાહેરાત કરી શકે છે. મોદી સરકાર હોમ લોનમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી શકે છે, જેનાથી હોમ લોન સસ્તી થશે અને વધુમાં વધુ લોકોની પાસે પોતાનુ ઘર હશે.

READ ALSO

Related posts

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

Mansi Patel

AIIMSની સ્ટડીમાં HCQ કારગર, ‘2-3 મહિનામાં બની જશે Coronaની દવા’

Mansi Patel

માયાવતીએ યોગી સરકારને લીધી આડે હાથ, પ્રવાસી શ્રમિકોને લઈને શાધ્યુ નિશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!