મોદી સરકારે રફાલ ડીલ અંગે કોંગ્રેસના આરોપનો પલટવાર કરવાની તૈયારી કરી, લીધો આ નિર્ણય

chowkidar chor he

મોદી સરકારે રફાલ ડીલ અંગે કોંગ્રેસના આરોપનો પલટવાર કરવાની તૈયારી કરી છે. સરકાર સંસદના બજેટ સત્ર દરમ્યાન સીએજીનો રિપોર્ટ રજૂ કરી શકે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, મોદી સરકારે રફાલ ડીલમાં ગોટાળો કર્યો અને અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે સરકારે કરોડો રૂપિયાની ડીલ કરાવી. કોંગ્રેસ રફાલ મામલે જેપીસી તપાસ કરાવવાની માગ કરી રહી છે.

પરંતુ સરકારનું કહેવુ છે કે, રફાલ અંગે સુપ્રીમ કોર્ટે ક્લિન ચીટ આપી છે તો જેપીસી તપાસની કોઈ જરૂર નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, રફાલ દેશના ઈતિહાસનું સૌથી મોટુ કૌભાંડ છે. દેશના પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરના બેડરૂમમાં રફાલ ડીલની ફાઈલ પડી છે. સમગ્ર કોભાંડ પીએમ મોદીની નજર સામે થયુ છે. તેમ છતા પીએમ મોદી રફાલ અંગે એક શબ્દ બોલવા તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ગોવાના સીએમ મનોહર પર્રિકર સાથે મુલાકાત કર્યા બાદ મહત્વનું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કેરળની એક રેલીમાં જણાવ્યું હતું કે, મનોહર પર્રિકર સાથેની મુલાકાત દરમ્યાન તેમણે કહ્યું હતું કે, રફાલની નવી ડીલ સાથે તેને કોઈ સંબંધ નથી. રાહુલે દાવો કર્યો કે, નવી ડિલ પીએમ મોદીએ અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે કરાવી હતી.

રફાલ ડીલ કરી પીએમ મોદીએ અનિલ અંબાણીના ખીસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા નાખ્યા. 30 હજાર કરોડોનો ગોટાળો પીએમ મોદીના નાક નીચે કરવામાં આવ્યો. તેમ છતા પીએમ મોદી મૌન ધારણ કરીને બેઠા છે. મહત્વપૂર્ણ છે કે, ગઈ કાલે રાહુલ ગાંધીએ પણજીમાં મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીનો આરોપ છે કે, રફાલ ડીલની મહત્વની ફાઈલ મનોહર પર્રિકરના બેડરૂમમાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter