GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો માટે ખુશખબર : મોદી સરકારે એક દેશ એક બજારના અધ્યાદેશને આપી દીધી લીલીઝંડી

Last Updated on June 4, 2020 by pratik shah

કોરોના મહામારી વચ્ચે આજે ફરીથી કેન્દ્રીય કમિટીની બેઠક થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી  હતી. જેમાં વરિષ્ઠ મંત્રીઓએ હાજરી આપી હતી. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં બે અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા માટે કોરોના બુસ્ટર ડોઝ વખતે જ વડાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો માટેના કાયદા કાનૂનમાં સુધારા કરી તેઓની જણસીના પૂરા ભાવ મળે તેવા પ્રયાસો કરીશું. જેને પૂર્ણ કરતાં આજે તેના અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.

એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈને પોતાનું અનાજ વેચી શકે

બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને ખાસ નિર્ણય લેવાયો છે. જેમાં આવશ્યક વસ્તુ અધિનિયમ APMC એક્ટમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. હવે ખેડૂતો સીધા જ પોતાનો પાક વેચી શકશે. હવે દેશમાં ખેડૂતો માટે એક દેશ એક બજાર થઈ ગયું છે. આ નિર્ણયો બાબતે પ્રેસ કોન્ફ્રન્સમાં વિસ્તૃત માહિતી મળી શકે છે. ખેડૂતો માટે અત્યાર સુધી પોતાનો માલ મંડીમાં જ વેચવો ફરજિયાત હતો. પરંતુ હવે તેમાં સુધારો થયો છે. ખેડૂતોને હજી એક રાજ્યથી બીજા રાજ્યમાં માલ વેચવાની છૂટ નહોતી. હવે ખેડૂતો ઈચ્છે તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈને પોતાનું અનાજ વેચી શકે છે. જેથી તેઓને તેમની ઉપજના સારા ભાવ મળી શકે.

કૃષિ ઉત્પાદનોની ભંડારણ સીમા પૂર્ણ કરી

કેબિનેટના  નિર્ણયમાં આ સિવાય કૃષિ ઉત્પાદનોની ભંડારણ સીમા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે અતિ આવશ્યક પરિસ્થિતિમાં જ એવું કરી શકાશે. દેશમાં કોરોના મહામારી સંકટથી ઊગરવા માટે મોદી સરકારે બુસ્ટર ડોઝ આપતાં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. એ દરમિયાન ખેડૂતો માટે સરળતા થઈ શકે, ખેડૂતો પોતાનો માલ ઈચ્છા પડે ત્યારે અને ઈચ્છે તેને વેચી શકે તે માટે નિયમમાં બદલાવ કરવામાં આવશે તેવું કહેવાયું હતું. આજે તેના પર અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.

એમએસએમઈની પરિભાષા જ બદલી નાંખી

ગયા મહિને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારે ફંડ્સ ઓફ ફંડ્સ દ્વારા એમએસએમઇમાં 50,000 કરોડ રૂપિયાની ઇક્વિટી ઊભી કરશે. આનાથી એમએસએમઇના કદ અને ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરશે. એમએસએમઇની વ્યાખ્યા આપવા માટે રોકાણની મર્યાદા પણ 25 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.એમએસએમઈની પરિભાષા જ બદલી નાંખી નાના ઉદ્યોગોને વેગ આપવા પ્રયાસ કરાયો છે. ખેડૂતો દેશના કોઈ પણ ક્ષેત્રમાં પોતાનો પાક વેચી શકશે.

Reaa Also

Gujarat Government Advertisement

Related posts

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Pritesh Mehta

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!