GSTV

6000 કરોડ રૂપિયા ઉધાર લઈ મોદી સરકારે 16 રાજ્યોને આપ્યું વળતર, જાણી લો ગુજરાતને મળ્યું કે નહીં!

કેન્દ્રે રાજ્યોને જીએસટીની આવકમાં થયેલા ઘટાડા અંગે વળતર આપવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્ર સરકારે આ માટે 6000 કરોડ રૂપિયા ઉધાર લઇને 16 રાજ્યોને વળતર ચૂકવ્યું છે. આ 16 રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, આસામ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટીની આવકમાં થયેલા ઘટાડા અંગે રાજયોને વળતર ચૂકવવા સરકાર 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. સરકારે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીએસટી કલેકશનમાં ઘટાડાની સમસ્યાના ઉકેલ માટે સ્પેશિયલ બોરોઇંગ વિન્ડોની વ્યવસૃથા કરી હતી. 21 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ આ અંગે સંમતિ વ્યક્ત કરી હતી. આમાંથી પાંચ રાજ્યોની જીએસટી આવકમાં ઘટાડો થયો નથી.

નાણા મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આજે કેન્દ્રે પ્રથમ હપ્તાના સ્વરૂપમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરને જીએસટીની આવકમાં થયેલા ઘટાડા અંગે વળતર આપ્યું છે.

નાણા મંત્રાલયના આયોજન મુજબ તે દર સપ્તાહે રાજ્યોને 6000 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવશે. સરકારે 5.19 ટકાના દરે ઉધાર લેશે આ ઉધાર પરત ચૂકવવાની મુદ્દત 3 થી પાંચ વર્ષની રહેશે. જો કે આ રકમની અસર નાણાકીય ખાધમાં જોવા મળશે નહીં.

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!