દેશના અર્થતંત્રનો મોદી સરકારે કર્યો નાશ : મનમોહનસિંહ

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ફરીવાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. મનમોહનસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ કે, મોદી સરકારે જે વાયદા કર્યા હતા. તેને પૂર્ણ કર્યા નથી. મોદી સરકારે બે કરોડો રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. જોકે સરકારે આ વાયદો પુરો કર્યો નથી. આજે દેશના  યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે.

સરકાર જે રોજગારીના આંકડા આપે છે તેમા અનેક ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં બેરોજગારીના દરમાં વધારો થયો છે.  મનમોહનસિંહે વધુમાં જણાવ્યુ કે,  દેશના અર્થતંત્રનો નાશ કરવામાં આવી રહ્યો છે.  સરકારે નોટબંધી અને જીએસટી લાગૂ કરીને અર્થતંત્રની કમર તોડી નાખી છે.  આ પહેલા પણ મનમોહનસિંહે મોદી સરકારને બેરોજગારી અને મોંઘવારી મુદે નિશાન  લીધી હતી, અને હવે ફરીવાર સરકાર મનમોહનસિંહના નિશાને આવી છે.

મોદી સરકારે માત્ર વાયદા કર્યાઃ મનમોહનસિંહ

બે કરોડ નોકરીની રાહ જોઈ રહ્યા છે યુવાનોઃ મનમેહનસિંહ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter