GSTV
Home » News » 50 લાખ સરકારી કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધ્યું

50 લાખ સરકારી કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધ્યું

કેન્દ્રની મોદી સરકારે કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીએના ડીએમાં પાંચ ટકાનો વધારો કર્યો છે.  સરકારની જાહેરાતથી ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થવાનો છે. જે મોંઘવારી ભથ્થુ ૧૨ ટકા હતુ જે વધીને ૧૭ ટકા થયુ છે.

સરકારના નિર્ણયથી ૬૫ લાખ પેન્શન લેતા કર્મચારીઓને ફાયદો

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે,  કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ, ૨૦૧૯ની ભથ્થાની રકમ આપવામાં આવશે. જ્યારે સરકારના નિર્ણયથી ૬૫ લાખ પેન્શન લેતા કર્મચારીઓને ફાયદો થવાનો છે.

જ્યારે ડીએમાં વધારો થવાના કારણે દર વર્ષે સરકારની તિજોરી પર ૧૬ હજાર કરોડનો બોજ પડવાનો છે. સરકારી કર્મચારીઓ માટે આ સૌથી મોટી ખુશીની વાત છે. મોદી સરકારે પીઓકેમાંથી કાશ્મીરમાં આવેલા વિસ્થાપિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, પીઓકેમાંથી આવેલા વિસ્થાપિતો ભારતના કેટલાક રાજ્યમાં વસેલા છે. અને આ ૫ હજાર ૩૦૦ પરિવારને સરકારે ૫.૫૦ લાખ  રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જે વિસ્થાપિતોનું નામ યાદીમાં સામેલ નહોતુ તેમને સહાય આપવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

પહલૂ ખાન હત્યા મામલો, રાજસ્થાન સરકારે હાઈકોર્ટમાં અરજી કરી દાખલ

pratik shah

ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે, ટ્રેડવોર નડ્યો

Bansari

એર ઈન્ડિયાના કર્મચારીઓ ગુમાવશે નોકરી, સરકાર દેખાડશે બહારનો રસ્તો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!