Last Updated on September 19, 2019 by Mayur
તહેવારોની સીઝન પહેલાં નાણા મંત્રાલયે સામાન્ય જનતા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓપન સેલ એલઇડી ટીવી પેનલ પર ઇમ્પોર્ટ ચાર્જ શૂન્ય કરી દીધો છે. પહેલા ઓપન સેલ એલઇડી ટીવી પેનલ પર પાંચ ટકા ઇમ્પોર્ટ ચાર્જ લાગતો હતો, જે હવે સરકારે હટાવી દીધો છે. સરકાર તરફથી આ અંગે નોટિફિકેશન જારી કરવામાં આવી છે.

ટીવી પ્રોડક્શન કૉસ્ટ ઘટશે
ઓપન સેલ એલઇડી ટીવી પેનલ ટીવી પ્રોડક્શનમાં સૌથી મહત્વનો પાર્ટ હોય છે. ટીવી પ્રોડક્શન કૉસ્ટમાં તેનો 65થી 70 ટકા હિસ્સો હોય છે. એટલે કે હવે ગ્રાહકોને સસ્તામાં ટીવી સેટ મળશે.

મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મળશે મદદ
ભારતમા ટીવીનાં કુલ વેચાણના 60થી 65 ટકા ટીવી દેશમાં જ બનાવામાં આવે છે. તેના પ્રોડક્શન માટે કંપનીઓ એલઇડી ટીવી પેનલની આયાત કરે છે. આયાત માટે તેમને પાંચ ટકા આયાત ચાર્જ આપવો પડતો હતો પરંતુ હવે સરકાર દ્વારા આ ચાર્જીસ હટાવી દેવામાં આવ્યાં છે જેથી હવે ટીવી ખરીદવું સસ્તુ બની જશે. તેનાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ મળશે.

સરકારે નોટિફિકેશનમાં કહ્યું કે, એલસીડી અને એલઇડી ટીવી માટે ઓપન સેલ પેનલ પર ઇમ્પોર્ટ ચાર્જીસને તત્કાલ પ્રભાવથી શૂન્ય કરવામાં આવ્યો છે. આ સાથે જ એલસીડી અને એલઇડી ટીવી પેનલ્સનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા સામાન પર પહેલાની જેમ ચાર્જ નહી લાગે.

ટીવી પર આટલો GST વસૂલે છે સરકાર
32 ઇંચ સુધીના ટીવી પર સરકાર 18 ટકા GST લગાવે છે અને તેનાથી મોટા ટીવી પર સરકાર 28 ટકા ટેક્સ લગાવે છે.
Read Also
- કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ
- હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા
- મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા
- ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ
- Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ
