GSTV
5 State Elections-2022 India News Trending

મોદી સરકાર માયાવતી અને ઔવેસીને ભારત રત્ન આપે, યુપી જીતાડવામાં છે સૌથી મોટો સિંહફાળો

દેશના ચાર રાજ્યમાં ભાજપને મળેલી શાનદાર જીત બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યુ કે, ભાજપે ભલે મોટી જીત હાંસલ કરી પરંતુ ભાજપને જીત પચાવતા શીખવું જોઈએ. ઉત્તર પ્રદેશ ભાજપનું રાજ્ય હતુ. અહીં અખિલેશ યાદવની બેઠકમાં ત્રણ ગણો વધારો થયો છે. સપા 42થી125 બેઠક પર પહોંચ્યુ છે.

બસપા સુપ્રીમો માયાવતી અને ઓવૈસીએ ભાજપને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું છે. જેથી તેમને પદ્મ વિભૂષણ અથવા ભારત રત્ન આપવો જોઈએ. સંજય રાઉતે જણાવ્યુ કે, ભાજપની જીત થઈ તેમાં અમને આનંદ છે પરંતુ ઉત્તરાખંડમાં સીએમ કેમ હારી ગયા. ગોવામાં બે ડેપ્યુટી સીએમ કેમ હારી ગયા. તે સૌથી મોટો સવાલ છે. સૌથી મોટી ચિંતાની વાત એ છેકે, પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પંજાબમાં પ્રચાર કર્યો હતો. તેમ છતાં અહી ભાજપની હાર થઈ છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed

લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

Damini Patel
GSTV