ખેડૂત નેતાઓ અને કૃષિ નિષ્ણાંતોની માંગ છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (Pradhan Mantri kisan Samman Nidhi Scheme)ના પૈસા નહીં વધે. મોદી સરકારે લોકસભામાં એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે. સાંસદ મલૂક નાગરના એક લેખિત સવાલના જવાબ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આ યોજાનાના લાભાર્થીઓને બે દિવસવાળી રાશિમાં વૃદ્ધિનો કોઈ પ્રસ્તાવ નથી. મતલબ સ્પષ્ટ છે કે હાલ તેના હેઠળ વાર્ષીક 6000 રૂપિયા જ મળશે. ઘણા નિષ્ણાંતો તેને 24 હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. જેથી ખેડૂતોની સ્થિતિમાં સુધાર થઈ શકે.
મોદી સરકારે (Modi Government) ખેડૂતો માટે ખાનગી સ્કીમ શરૂ કરી છે. તેમાંથી સૌથી કારગર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જ છે. કારણ કે તેમાં ભ્રષ્ટાચારની શક્યતા નથી. આઝાદી બાદ પહેલી વખત ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવે છે. તેમાંથી કોઈ પણ અધિકારીઓ કે નેતાઓ પૈસાનું કૌભાંડ નથી કરી શકતા. માટે હવે કૃષિ નિષ્ણાંતો આ રકમને વધારવાની માંગ કરી રહ્યા છે જેથી અન્નદાતાઓની સ્થિતિમાં સુધાર આવી શકે. કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે ખેડૂતોને સીધા પૈસા આપવા ફાયદાકારક છે નહીં તે કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ રજીસ્ટરોમાં જ પૈસા ચાઉ કરી જાય છે.

પીએમ કિસાન યોજનાનો પાક નુકશાન સાથે કોઈ સંબંધ નથી
તોમરનું કહેવું છે કે યોજના કૃષિને પ્રભાવિત કરનાર અથવા પાક નુકશાન સાથે સંબંધિત કારણો સાથે કોઈ સંબંધ નથી. આ યોજના ખેડૂતોને આવક સમર્થન આપે છે. હકીકતે, સાંસદે પુછ્યુ હતું કે કોવિડ-19 અને લોકડાઉનમાં થયેલા પાક નુકશાનને જોતા શું સરકાર આ રકમ વધારી શકે છે. જણાવી દઈએ કે 2016ના ઈકોનોમિક સર્વેના અનુસાર દેશના 17 રાજ્યોમાં ખેડૂતની વાર્ષિક આવક ફક્ત 20 હજાર રૂપિયા છે. આ આવક વધારવી છે તો સીધી આપવામાં આવતી સહાયની રકમને વધારવી પડશે. કોરોના કાળમાં ખેડૂતોની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.
પીએમ કિસાનની રકમ પર સુચનો અને માંગ

પુર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી સોમપાલ શાસ્ત્રીએ કહ્યું કે દેશમાં 86 ટકા લઘુ અને ધનીક ખેડૂત છે. તેમને 20 હજાર રૂપિયા એકડ, તેનાથી મોટા 15 હજાર રૂપિયા એકડ અને 10 હેક્ટરથી વધુ ખેતી વાળા ખેડૂતોને 10 હજાર રૂપિયા પ્રતિ એકડ સરકારી મદદ આપવામાં આવશે. તેનાથી ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવી શકે છે.
કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન (Modi Government)ની આગેવાની વાળા સ્વામીનાથન ફાઉન્ડેશને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી રકમને 6000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા વાર્ષિક કરવાનુ સૂચન આપ્યું છે.
ખેડૂત શક્તિ સંઘના અધ્યક્ષ પુષ્પેન્દ્ર સિંહ પણ તેને દર મહિને 2000 રૂપિયા કરાવવાની માંગ કરી રહ્યા છે.
પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે પીએમ કિસાન સ્કીમ હેઠળ વાર્ષિક 12000 રૂપિયા આપવાનું સૂચન આપ્યુ હતું.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડો. સોમ્ય કાંતિ ઘોષે પોતાના એક રિસર્ચ પેપરમાં કહ્યું કે PM-KISANની રકમને આવતા પાંચ વર્ષ માટે 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરવી જોઈએ. આ માર્કેટમાં ફીલ ગુડ ફેક્ટર અને ઉત્સાહ વધારશે.
રાષ્ટ્રીય કિસાન મહાસંધના સંસ્થાપક સદસ્ય અને કૃષિ મામલાના જાણકારી વિનોદ આનંદે ખેડૂતોને વાર્ષિક 24 હજાર રૂપિયા આપવાની માંગ કરી છે.
Read Also
- મુશ્કેલ સમયમાં ઉદ્ધવને બચાવવા પત્ની રશ્મિ મેદાનમાં ઉતર્યા, હોમ મિનિસ્ટરે સંભાળ્યો આ મોરચો
- વોટ્સએપની સીક્રેટ ટ્રીક! એન્ડ્રોઇડ પર ટાઈપ કર્યા વિના કોઈપણને મોકલી શકશો મેેસેજ
- સંજય રાઉતના ખભા પર બંદૂક રાખીને નિશાન સાધી રહી છે NCP – બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર
- ઇજિપ્તએ ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કર્યો કરાર, રશિયા- યુક્રેન યુદ્ધથી આયાત ખર્ચમાં થયો વધારો
- બંગાળી અભિનેત્રી- TMC સાંસદ નુસરત જહાંએ ખુલ્લા આકાશ નીચે કરાવ્યું ફોટોશૂટ, આપ્યા સિઝલિંગ પોઝ