વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં આયુષ્માન યોજના લોન્ચ કરી દીધી છે. આ યોજના હેઠળ લગભગ 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા વાર્ષિક સ્વાસ્થ્ય વીમો કરાવવામાં આવશે. સાથે જ આ યોજનાથી 1 લાખ લોકોને રોજગાર મળશે. આ યોજના હેઠળ સરકાર જન-ધન યોજનાની જેમ આયુષ્માન મિત્ર બનાવશે. સ્વાસ્થ્ય મિત્ર એવી રીતે બનાવાશે જેમકે જનધન યોજનામાં બેંક મિત્ર લોકોને ખાતા ખોલાવાની સાથે-સાથે બેંકિંગ ટ્રાન્જેક્શન કરાવે છે. આયુષ્માન મિત્રને જ્યાં માસિક 15 હજાર રૂપિયા મળશે, તો મોટા પ્રોફેશનલ્સને 50 હજારથી 90 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
કોણ કરશે નિમણુક
આયુષ્માન ભારત યોજનાને લાગુ કરનારી નેશનલ હેલ્થ એજન્સી દ્વારા યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ શરૂ કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ 32 વર્ષથી ઓછી ઉંમરના લોકોની નિમણુંક કરાશે.
સ્વાસ્થ્ય મિત્ર કેમ જોઈએ?
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, આયુષ્માન ભારત સ્કીમ હેઠળ સરકારનું ધ્યાન ગરીબ અને વંચિત લોકોને સારવારની સુવિધા પૂરી પાડવાનું છે. તેથી આ લોકોને સહેલાઈથી આ સ્કીમમાં જોડાવવા માટે સરકારને તેમની વચ્ચેના સામાન્ય માણસની જરૂર પડશે. જે લોકો આયુષ્માન સ્કીમના ફાયદા જણાવી શકે અને આ યોજનામાં જોડાવવા માટે રાજી કરી શકે. આ સિવાય લોકોને સરળતાથી ઈન્શ્યોરન્સનો લાભ મળી શકે, જે નક્કી કરવામાં પણ સ્વાસ્થ્ય મિત્ર મદદગાર નિવડશે.
લાયકાત શું જોઈએ?
- કોઈ પણ વિષયમાં માસ્ટર ડિગ્રી
- અથવા ટેકનિકલ લાયકાત જેમકે બીટેક, એમબીએ.
- અલગ-અલગ ક્ષેત્રોમાં એક્સપર્ટ,
- જે લોકો એમ.ફિલ છે, તેવા લોકો પણ અરજી કરી શકે છે
- રિસર્ચનો અનુભવ છે
- તેના પેપર જાહેર થઈ ગયા છે
- અથવા પબ્લિક હેલ્થ સિસ્ટમ પ્રોજેક્ટસમાં કામ કરવાનો અનુભવ છે.
આયુષ્માન ભારત સ્કીમ શુ છે?
આ સ્કીમની જાહેરાત બજેટ 2019માં કરાઈ હતી. આ યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધી ફ્રી હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા મળશે, જેમા લગભગ ગંભીર બિમારીઓની સારવારનુ કવર હશે. કોઈ પણ વ્યક્તિગત (વિશેષ રૂપથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધ) સારવારથી વંચિત રહી જાય નહીં, તેથી આ યોજનામાં ફેમિલિ સાઈઝ અને ઉંમરની કોઈ સીમા લગાવવામાં આવી નથી.
આવક કેવીરીતે ઉભી થશે?
ઉલ્લેખનીય છે કે, જનધન યોજનામાં સામેલ બેંક મિત્રે 5000 રૂપિયાની ફિક્સ્ડ રકમ અને તેના કામ મુજબ ઈન્સેન્ટિવ આપવામાં આવે છે. મનાઈ રહ્યું છે કે સ્વાસ્થ્ય મિત્રો માટે પણ આ પ્રકારની જોગવાઈ હશે. જેની માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. તેના માટે આ યોજના ઘણી સારી સાબિત થશે. સ્વાસ્થ્ય મિત્રની સંખ્યાની વાત કરીએ તો દેશમાં અત્યારે 32 કરોડ જનધન એકાઉન્ટ અને 1.25 લાખ બેંક મિત્ર છે. જેના આધારે 10 કરોડ પરિવારો સુધી આયુષ્માન યોજનાનો લાભ પહોંચાડવા માટે સરકારને ઓછામાં ઓછા 1 લાખ સ્વાસ્થ્ય મિત્રોની જરૂરિયાત હોવાનો અંદાજ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારા લોકો માટે આ છે શરતો
- એક રૂમનુ કાચુ મકાન, એવા પરિવાર કે જેમાંથી 16 થી 59 વર્ષની વચ્ચેની ઉંમરનો કોઈ પુખ્ત સભ્ય ના હોય.
- જેના ઘરમાં મહિલા મુખ્ય હોય તેવા પરિવાર, 16 થી 59 વર્ષની વચ્ચે કોઈ પુરુષ ના હોય.
- એવો પરિવાર જેમાં વિકલાંગ સભ્ય હોય અને તેની સારસંભાળ કરનાર કોઈ પુખ્ત સભ્ય પરિવારમાં ના હોવો જોઈએ.
- એસસી અને એસટી સિવાય એવા પરિવાર જેની પાસે જમીન ના હોય અને તેની આવક મજૂરી રૂપે હોય.
- જે પરિવારની પાસે છત ના હોય અને જે પરિવારને કાયદાકીય રૂપે મજૂર તરીકે છૂટા કરાયેલા હોય.
શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ છે શરત
- સરકારે શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને સ્કીમનો લાભ આપશે.
- ગરીબોની પસંદગી માટે ઘણી કેટેગરી બનાવવામાં આવી છે.
- કુલ મળીને 11 કેટેગરીમાં શહેરી પરિવારોને વહેંચવામાં આવ્યા છે, જે આ સ્કીમનો લાભ લઈ શકશે.