GSTV
Gujarat Government Advertisement

વરિષ્ઠ નાગરિકોને મોદી સરકારની ભેટ, દર મહિને આપશે 10 હજાર રૂપિયાનું પેન્શન

Last Updated on May 3, 2018 by Bansari

મોદી સરકારે વરિષ્ઠ નાગરિકોને એક મોટી ભેટ આપી છે. હવે વડાપ્રધાન વય વંદન યોજના હેઠળ સિનિયર સિટીઝન 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે. તેનાથી તેમને દર મહિને 10 હજાર રૂપિયા પેન્શન મળવાનો રસ્તો સાફ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે જણાવ્યું કે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષાના પોતાના વચનો હેઠળ વડાપ્રધાન વય વંદન યોજનામાં રોકાણની સમય મર્યાદા 4મે 2018થી વધારીને 21 માર્ચ 2020 કરી દેવામાં આવી છે. હવે તેમાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાશે જેનાથી રોકાણકારને 10 હજાર રૂપિયા સુધી માસિક પેન્શન આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે માર્ચ 2018 સુધી 2.23 લાખ સિનિયર સિટિઝન્સે આ યોજનાનો લાભ લીધો છે જ્યારે અગાઉની યોજના વરિષ્ઠ પેન્શન વીમા યોજના 2014માં કુલ 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો. હવે આ યોજનાનું અમલીકરણ ભારતીય જીવન વીમા નિગમ કરી રહી છે. તેમાં 10 વર્ષો માટે રોકરાણ કરવામાં આવે છે જેમાં સુનિશ્વિત 8 ટકા રિટર્ન મળે છે જેને માસિક પેન્શન રૂપે આપવામાં આવે છે. તેમાં માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક પેન્શનની પસંદગી કરી શકાય છે. લરકાર દ્વારા નિર્ધારિત આઠ ટકા રિટર્ન માંથી ઓછી રકમ મળતા બાકીનીની રકમ કેન્દ્ર સરકાર ચૂકવણી કરે છે.

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!