GSTV

મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ સેક્ટર સાથે જોડાયેલા 3 કરોડ લોકોને થશે ફાયદો

pm

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાઈ ચુક્યો છે. આ વાયરસના કારણે હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે અને લાખો લોકો સંક્રમિત પણ છે. આ પરિસ્થિતીમાં કેન્દ્રની મોદી સરકારે કર્મચારીઓના રાજ્ય વીમા નિગમ સાથે જોડાયેલા કર્મચારીઓને મોટી રાહત આપી છે.

15 દિવસનો જ સમય આપવામાં આવ્યો છે

ખરેખર તો, કોરોના વાયરસની અસરને જોતા સરકારે કર્મચારી રાજ્ય વીમા અધિનિયમની જોગવાઈને અસ્થાયી રીતે બદલી નાખી છે. જેથી ESIC કર્મચારીઓ અને કંપનીઓને પોતાના માસિક વીમા કંટ્રીબ્યૂશનને જમા કરાવવા માટે વધારે સમય મળી ગયો છે. ESIC તરફથી જાહેર કરવામા આવેલ નોટિફિકેશન પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચ માટે ‘વીમા કંટ્રીબ્યૂશન’ જમા કરવા માટે વધારે 3 દિવસનો સમય આપવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અધિનિયમ હેઠળ માત્ર 15 દિવસનો જ સમય આપવામાં આવતો હતો.

વીમા કંટ્રીબ્યૂશન જમા કરવાની ડેડલાઈન 15 માર્ચ

જો ઉદાહરણ તરીકે સમજીએ તો, ફેબ્રુઆરી અને માર્ચ 2020 માટે ‘વીમા કંટ્રીબ્યૂશન’ જમા કરવાની ડેડલાઈન ક્રમશઃ 15 માર્ચ અને 15 એપ્રિલ છે, પરંતુ નવા નોટિફિક્શન પ્રમાણે આ બંને મહિનાઓનુ કંટ્રીબ્યૂશન 15 એપ્રિલ 2020 અને 15 મે 2020 સુધી આપવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો ફાયદો 3 કરોડથી વધારે લોકોને

જણાવી દઈએ કે, છેલ્લા વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારી રાજ્ય વીમા નિગમના સ્વાસ્થ્ય વીમા કાર્યક્રમમાં એમ્લોયર અને કર્મચારીઓનો કુલ ફાળો 6.5 ટકા ઘટાડીને 4 ટકા કરી દેવામાં આવ્યો છે. સરકારની આ નવી જાહેરાત બાદ એમ્પલોયર એટેલે કે, કંપનીનો ફાળો 3.25 ટકા થઈ ગયો છે. આ પહેલા કંપનીને 4.75 ટકાનો ફાળો આપવો પડતો હતો. આ રીતે કર્મચારીનો ફાળો પણ 1.75 ટકાથી ઘટીને 0.75 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોદી સરકારના આ નિર્ણયનો ફાયદો 3 કરોડથી વધારે લોકોને મળતો હતો. આ બધાને હવે નવા નિર્ણયનો ફાયદો મળશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!