GSTV

મોદી સરકાર ખેડૂતોમાં ભરાઈ: પીએમ કિસાન સ્કીમ, કેસીસી અને કૃષિ બજેટના આંકડાઓથી નારાજ ખેડૂતોને મનાવવામાં લાગી

ખેડૂતો

ખેડૂત સંગઠનો અને કોંગ્રેસે મોદી સરકારને બરાબર ઘેરી લીધી છે કે વાતચિત કરવાની ફરજ પડી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતે ટ્રેક્ટર ચલાવીને રેલી કાઢી હતી. તેનો જવાબ આપવા સરકારે ભાજપના બેનર હેઠળ હરિયાણામાં એક ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી, પરંતુ તેનો ખાસ લાભ મળ્યો ન હતો. તેથી હવે મંત્રણાના ટેબલ પર આવવાની ફરજ પડી છે. 3 કાયદા સુધારવામાં આવ્યા તેને ખેડૂતોએ પસંદ કર્યા નથી.

મોદી સરકાર પીએમ કિસાન યોજના, કેસીસી અને કૃષિ બજેટ ડેટાથી નારાજ ખેડૂતોને સમજાવવા સરકારનો પ્રચાર

9 કરોડ ખેડુતોને પીએમ કિસાન યોજના હેઠળ 38,000 કરોડ અપાયા. 1.29 કરોડ ખેડૂતોએ કેસીસી કાર્ડ કાઢેલા છે, જેમાં 4 ટકાના દરે 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. એમએસપી ફિક્સ કરવા અંગે સ્વામિનાથન સમિતિની ભલામણો લાગુ કરવામાં આવી. જેના કારણે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછો 50 ટકા નફો થયો હતો. 2020-21 દરમિયાન કૃષિ બજેટ 1,34,399 કરોડ રૂપિયા હતું, જે 2009-10માં માત્ર 12,000 કરોડ હતું. 1 લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઇન્ફ્રા ફંડ બનાવવામાં આવ્યું છે, 10 કરોડથી વધુ ખેડુતોએ કિસાન સન્માન યોજનામાં લાભ મેળવ્યો. ડીબીટી દ્વારા ખેડૂતોને રૂ.. 94,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી.

Read Also

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!