GSTV
Home » News » સરકારી નોકરીઓના દરવાજા ખૂલ્યા, મોદીએ ખાલી તમામ જગ્યાઓ ભરવા કર્યો આદેશ

સરકારી નોકરીઓના દરવાજા ખૂલ્યા, મોદીએ ખાલી તમામ જગ્યાઓ ભરવા કર્યો આદેશ

બેરોજગારીના મુદ્દા પર વિપક્ષ વારંવાર મોદી સરકારને આડે હાથ લેતું આવ્યું છે. ત્યારે લાગે છે કે, હવે વિપક્ષના પ્રહારોની અસર મોદી સરકાર પર પડી છે. આખરે મોદી સરકાર હવે સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવાનું અભિયાન ચલાવશે. સરકારે તમામ મંત્રાલય અને વિભાગને આદેશ આપ્યા છે કે, ખાલી પડેલી જગ્યાઓ પર તુરંત ધ્યાન દોરી ટૂંક સમયમાં રિપોર્ટ આપો.

આપને જણાવી દઈએ કે, ગત મહિને જ વડાપ્રધાન મોદીએ રોકાણ અને વિકાસ દરને વધારવા માટે મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, સરકારી નોકરીઓની ખાલી જગ્યાઓને ઝડપથી ભરવામાં આવે. કેબિનેટના નિર્ણય બાદ ડીઓપીટીએ તમામ મંત્રાલયોમાં પત્ર લખી ખાલી જગ્યાઓ પર ધ્યાન દોરી રિપોર્ટ જમા કરવા આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારે જે પત્ર મોકલ્યો છે, તેમાં જણાવ્યું છે કે, સીધી ભરતીવાળા જે પણ પદ ખાલી પડ્યા છે, તેને ભરવામાં આવે. આ અંગેની જાણકારી સરકારને આપવામાં આવે તથા દરેક મંત્રાલય અને વિભાગ મહિનાની પાંચમી તારીખ પહેલા આ સંબંધિત ઉઠાવેલા પગલા વિશે સરકારને જાણકારી ઉપલબ્ધ કરાવે. ગ્રુપ A, B અને C વાળા પદ માટે સીધી ભરતી કેન્દ્રમાં થાય છે. જેનું સંચાલન UPSC અને SSC કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહી છે. જેના માટે બજેટમાં પણ મોટી રકમ ફાળવવાની તૈયારીઓ ચાલી રહી છે. તો વળી બીજી બાજુ મોટી માત્રામાં નોકરીઓના અવસર ઊભા કરવાના પ્રયાસો પણ ચાલે છે. વિપક્ષી પાર્ટી સતત મોદી સરકાર પર રોજગાર અને રોકાણને લઈ ઘેરાવ કરતા આવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, સરકાર આ વિષય પર ગંભીરતાથી વિચારતી નથી. નોકરી આપવાનું વચન સરકારે કર્યું હતું, તેને મોદી સરકાર પુરૂ કરી શક્યા નથી.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!