કોરોના કાળમાં આર્થિક નુકસાન બાદ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે ‘યાત્રા ભથ્થું અવકાશ યોજના’ માં કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme) ને બજેટ (Budget) માં નોટિફાઇ કરી દીધેલ છે. એનો અર્થ એ થયો કે, હવે આ રકમ પર કેન્દ્રીય કર્મચારીઓએ TAX નહીં આપવો પડે.

શું છે Cash Voucher Scheme ?
આ સ્કીમની જાહેરાત 12 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવી હતી. પહેલા આ સ્કીમ માત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે જ હતી પરંતુ હવે આ યોજનામાં પ્રાઇવેટ અને અન્ય બીજા કર્મચારીઓ ને પણ શામેલ કરવામાં આવ્યાં છે. બજેટ ભાષણમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “Covid 19 મહામારીને કારણે LTC ને ટેક્સ છૂટમાં રાખવામાં આવેલ છે. સરકારને આશા છે કે, આ સ્કીમથી સરકારી કર્મચારીઓના ખિસ્સામાં પૈસા પણ આવશે અને જ્યારે ખિસ્સામાં પૈસા હશે તો તેને ખર્ચ પણ કરશે. આ પૂરી વ્યવસ્થાથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે. કોરોનાને કારણે જે કર્મચારીઓ LTC નો ફાયદો નથી ઉઠાવી શક્યાં તે કર્મચારીઓને ‘યાત્રા ભથ્થું અવકાશ યોજના’ માં કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme) નો ફાયદો આપવામાં આવશે.
શું હોય છે LTC ?
કેન્દ્રીય કર્મચારીઓને 4 વર્ષમાં LTC મળે છે. આ ભથ્થામાં તેઓ આ દરમ્યાન એક વાર દેશમાં ક્યાંય પણ યાત્રા કરી શકે છે. આ સમય દરમ્યાન કર્મચારીને બે વાર પોતાના હોમટાઉન એટલે કે ઘર જવાનો મોકો મળે છે. આ યાત્રા ભથ્થામાં કર્મચારીને હવાઇ યાત્રા અને રેલ્વે યાત્રાનો ખર્ચ પણ મળે છે. આ સાથે જ કર્મચારીઓને 10 દિવસની PL (Priviledged Leave ) પણ મળે છે.

કેશ વાઉચર સ્કીમ માટે ગાઇડલાઇન્સ
- LTC ના બદલે કર્મચારીઓને રોકડ રકમ આપવામાં આવશે.
- કર્મચારીના ગ્રેડના હિસાબથી યાત્રા ભાડાંની પણ ચૂકવણી કરવામાં આવશે.
- ભાડાની ચૂકવણી સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હશે.
- આ યોજનાનો ફાયદો ઉઠાવનારા કર્મચારીને ભાડાનો ત્રણ ઘણો ખર્ચ કરવાનો રહેશે.
- લીવ અનકેશમેન્ટ માટે ચૂકવણી બરાબર જ ખર્ચ કરવાનો રહેશે.
- 31 માર્ચ 2021ના પહેલાં ખર્ચ કરવાનો રહેશે.
- કર્મચારીઓને એવી વસ્તુ પર ખર્ચ કરવાનો રહેશે કે જેની પર 12 ટકા અથવા તો તેનાથી વધારે GST લાગતો હોય.
- માત્ર GST રજિસ્ટર્ડ વેન્ડર અથવા વેપારી પાસેથી જ સેવાઓ અથવા વસ્તુઓની ખરીદી કરવાની રહેશે.
- સેવા અથવા વસ્તુઓની ચૂકવણી પણ ડિજિટલ રીતે જ કરવાની રહેશે.
- યાત્રા ભથ્થું અથવા અવકાશ ભથ્થાનો કલેમ કરતી વેળાએ GST ની રસીદ આપવાની રહેશે.
READ ALSO :
- પ્રેમમાં દગાખોરી/ સુરતમાં સગીર યુવકને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા,રૂપિયા 12 લાખ પડાવી યુવતી થઈ ગઈ ગાયબઃ નોંધાઈ ફરિયાદ
- IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત
- SOGના મેડિકલ સ્ટોર પર દરોડા! પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, મોટા પ્રમાણમાં નશાકારક સીરપ ઝડપાઈ
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે