GSTV
Home » News » ‘70 વર્ષમાં ન કરી શક્યા તે મોદી સરકારે કરી બતાવ્યું’, રૂપિયો નબળો પડતા કોંગ્રેસનો કટાક્ષ

‘70 વર્ષમાં ન કરી શક્યા તે મોદી સરકારે કરી બતાવ્યું’, રૂપિયો નબળો પડતા કોંગ્રેસનો કટાક્ષ

કારોબારી સપ્તાહના બીજા દિવસે ડોલર સામે રૂપિયો 70 રૂપિયાની સપાટીને પાર પહોંચી ગયો. ડોલર સામે રૂપિયાની નરમાશ પર વિપક્ષે મોદી સરકારને નિશાને લીધી છે. કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે જે અમે 70 વર્ષમાં ન કરી શક્યા તે મોદી સરકારે કરી બતાવ્યું. જો કે સરકારે રૂપિયામાં પડી રહેલા ગાબડા માટે બહારી કારણોને જવાબદાર ઠેરવ્યા.

ભારતીય જનતા પાર્ટી જ્યારે કેન્દ્રમાં વિપક્ષમાં હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ડોલર સામે રૂપિયાના થઇ રહેલા અવમુલ્યન માટે તત્કાલીન યુપીએ સરકારને જવાબદાર ઠેરવી હતી. પરંતુ આજે સ્થિતિ બદલાઇ છે. મોદી સરકાર કેન્દ્રમાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે ડોલર સામે રૂપિયો તેના ઐતિહાસીક લોઅર લેવલે પહોંચી ગયો. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીનું નિવેદન ટ્વિટર પર પોસ્ટ કરીને મોદી સરકારને ભિંસમાં લીધી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ભારતીય રૂપિયાએ સુપ્રીમ લીડરને ઐતિહાસીક ઘટાડા બાદ નો કોન્ફિડેન્સ આપી દીધુ. સુપ્રીમ લીડરનું અર્થતંત્ર પરનું માસ્ટર જ્ઞાન આ વીડિયોમાં સાંભળો. જેમાં તેઓ રૂપિયાના સતત અવમુલ્યના કારણ સમજાવી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓએ પણ રૂપિયાની નબળી સ્થિતિ માટે મોદી સરકારને સવાલ પૂછ્યા અને કટાક્ષ કર્યા.

આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે લોકોને હૈયાધારણા આપતા કહ્યું છે કે રૂપિયો 70ના લેવલે પહોંચવાથી ડરવાની જરૂરિયાત નથી. આ બહારી કારણોના કારણે બની રહ્યું છે અને વહેલીતકે સ્થિતિ સામાન્ય થઇ જશે. રૂપિયામાં સતત જોવાઇ રહેલી નરમાશ પાછળ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણભૂત માનવામાં આવે છે. જેના કારણે રૂપિયા સહિત વૈશ્વિક ચલણનો ડોલર સામે ધરાશાયી થઇ રહ્યા છે.

 

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

Dharika Jansari

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!