GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં વિકાસ માટે મોદી સરકાર એક્શનમાં, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

જમ્મુ કાશ્મીરમાં વિકાસ માટે મોદી સરકાર એક્શનમાં, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 80 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે.સરકારે બુધવારે કાશ્મીરમાં વિકાસ સંબધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી છે. આ જાણકારી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આપી છે.

કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. ત્યાં વિકાસની યોજનાઓને લઈ જાણકારી મેળવવા માટે જમ્મુ કાશ્મીરમાં સતત આંટાફેરા કરી રહ્યા છે. હાલમાં પિયુષ ગોયલ તથા સ્મૃતિ ઈરાની સહિતના અનેક મંત્રીઓ ત્યાં જઈ આવ્યા છે અને વિકાસના કામોની જાણકારી આપી છે. આ બાજુ દિલ્હીમાં મળેલી બેઠકમાં પણ કાશ્મીર અંગેનો ફિડબેક લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી પણ જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અનેક વિકાસની યોજનાઓ શરૂ કરી છે. રેડ્ડીએ બુધવારના રોજ ત્યાં કાશ્મીર ઘાટના ગ્રામિણ વિસ્તારોની મુલાકાત લેશે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પણ શ્રીનગર પહોંચ્યા છે. તેમણે ત્યાં એક જાહેરસભાને સંબોધન પણ કર્યું હતું. તેમણે અહીં જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર અહીં રોજગાર અને શૈક્ષણિક મુદ્દાઓ પર કામ કરી રહી છે. નકવીએ જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર એક વર્ષમાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયા સ્કોલરશિપ આપશે. શનિવારથી 36 કેન્દ્રીય મંત્રીઓનું એક જૂથ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યું છે. જેમાં પિષુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને મહેન્દ્ર નાથ પાંડેય સહિતના અનેક નેતાઓ સામેલ છે.

READ ALSO

Related posts

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!