GSTV
Home » News » મોદી સરકારમાં સાંકેતિક ભાગીદારીનો ઈનકાર , આ પક્ષના નિર્ણયથી થયું એવું કે…….

મોદી સરકારમાં સાંકેતિક ભાગીદારીનો ઈનકાર , આ પક્ષના નિર્ણયથી થયું એવું કે…….

મોદી સરકારમાં સાંકેતિક ભાગીદારીનો ઇનકાર કરનાર જેડીયુએ બિહાર બહાર એનડીએ સાથે ગઠબંધનનો છેડો ફાડ્યો છે. જે અંગેનો મહત્વનો નિર્ણય પટનામાં મળેલી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણીમાં લેવામાં આવ્યો. જેથી જેડીયુ માત્ર બિહારમાં એનડીએ સાથે રહેશે..અને બિહાર બહાર જેડીયુ એનડીઓને ભાગ નહીં રહે.. જેડીયુના જણાવ્યા પ્રમાણે પાર્ટી જમ્મુ કાશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે..

આ મામલે જેડીયના નેતા કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, અગાઉ પણ અમે મંત્રી પદ વગર એનડીઓને હિસ્સો રહ્યા હતા. મોદી સરકાર કેબિનેટમાં જેડીયુને સાંકેતિક તરીકે સામેલ કરવા માગતી હતી. જોકે, નીતિશ કુમારે કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. મંત્રીઓના શપથગ્રહણના દિવસે પણ અમિત શાહનો ફોન આવ્યો હતો.

પરંતુ જેડીયુએ કેબિનેટમાં સામેલ થવાની મનાઈ કરી હતી. દેશમાં મોદી સરકાર બનતાની સાથે જેડીયુએ મોદી કેબિનેટની સાંકેતિક ભાગીદારીમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. નીતિશ કુમારે જણાવ્યુ હતુ કે, અમે એનડીએ સાથે છીએ અને રહેશુ.. ત્યારે હવે બન્ને પાર્ટી વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ મતભેદ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુ રણનીતિ સાથે આગળ વધી રહ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે, પટનામાં મળેલી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણીમાં પ્રશાંત કિશોર પણ હાજર રહ્યા હતા.. આ ઉપરાંત કેસી ત્યાગી અને બિશિષ્ઠ નારાયણસિંહ સહિત જેડીયુના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

Video: બોલ સાથે ચેડાં કરતાં ઝડપાયો આ ખેલાડી, કેમેરામાં કેદ થઇ ગઇ હરકત

Bansari

આ ફેમસ પોર્ન સ્ટાર કરવા જઇ રહી છે લગ્ન, નોકરીની તલાશમાં આવી રીતે બની ગઇ એડલ્ટ સ્ટાર

Bansari

હજારો પ્રવાસી પક્ષીઓ માટે કબ્રસ્તાન બન્યુ રાજસ્થાનનું આ પર્યટન સ્થળ, ઝેર આપવાની શંકા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!