GSTV

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે કરી મોટી ઘોષણા, આટલા ટકા વધી જશે મોંઘવારી ભથ્થુ

બેન્ક

Last Updated on March 13, 2020 by Bansari

મોદી સરકારે કર્મચારી અને પેન્શનધારીઓને મોંઘવારી સામે લડવા ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કર્મચારી અને પેંશનધારીઓના મોંઘવારી ભથ્થા 4 ટકા સુધી વધારવા મંજૂરી અપાઇ છે. આ સિવાય યસ બેંકની પુનર્ગઠન યોજનાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી મોંઘવારી ભથ્થા વધારાની માંગ પર આ નિર્ણય લેવાયો છે.

સરકાર
  • મોદી સરકારની કર્મચારીઓ અને પેન્શનધારીઓને ભેટ
  • મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી
  • કોરોના પર પાંચ મંત્રાલય દરરોજ કરશે અપડેટ

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપીને મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગયા અઠવાડિયે રાજ્યસભાના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે માહિતી આપી હતી કે માર્ચ મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થઈ જશે. મોંઘવારી ભથ્થું એવા રૂપિયા છે, જે દેશના સરકારી કર્મચારીઓનું જીવનધોરણ સુધારવા માટે આપવામાં આવે છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દુનિયાના એવા દેશો છે કે જેના સરકારી કર્મચારીઓને આ ભથ્થું આપવામાં આવે છે.

કોરોના પર આ પાંચ મંત્રાલય દરરોજ આપશે અપડેટ

આ સાથે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કોરોના વાઈરસથી લડવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનને મંત્રીમંડળને કોરોના વિશે માહિતી આપી હતી અને કહ્યું કે ભારતે કોરોના સામેની લડતમાં અને બચાવમાં વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય,  વાણિજ્ય મંત્રાલય અને નાણાં મંત્રાલયને મહત્વપૂર્ણ આદેશો આપવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મંત્રાલયોના સંયુક્ત સચિવને દૈનિક પત્રકાર પરિષદ યોજી કોરોના વિશે અપડેટ કરવા અથવા માહિતી આપવા સૂચના આપી છે.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!