GSTV

મોદી સરકારે તહેવારોમાં રોકડની તંગી નિવારવા લીધો આ નિર્ણય, બેન્કોને આપશે આટલા કરોડ રૂપિયા

નાણા મંત્રાલય ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પબ્લિક સેક્ટર બેન્કોને મૂડી સમર્થન આપી શકે છે. સંસદના હાલમાં પૂરા થયેલા સત્રમાં પબ્લિક સેક્ટર બેન્કો માટે 20,000 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે. સંસદ દ્વારા 2020-21 માટે પૂરક માગણીઓના પ્રથમ તબક્કા હેઠળ જાહેર ક્ષેત્રની બેંકો માટે 20,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો જરૂરી હોય તો નિયામકીય મૂડી આવશ્યકતાઓને પહોંચી વળવા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકોને મૂડી ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. બીજા ક્વાર્ટરના પરિણામો બાદ નિર્ણય સૂત્રોએ જણાવ્યું છે કે બેંકોના બીજા સત્રમાં આવનારા પરિણામ જણાવે છે કે કઈ બેંકને નિયામકીય પૂંજીની જરુરીયાત છે. આ ઉપરાંત અનુરુપ જરુરિયાત પડવા પર નિયામકીય ભંડોળની જરુરીયાતને પુરી કરવા માટે ઓક્ટોમ્બર-ડિસેમ્બરમાં બેંકોને ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય છે. આ સિવાય સરકારી બેંકોને ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઈક્કિટી અને બોન્ડસના માધ્યમથી ભંડોળ ભેગુ કરવાની મજૂરી પહેલાથી જ શેરધારકોને મળી ચૂકી છે.

દિકરી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ 2020-21ના બજેટમાં સરકારી બેંકોમાં ભંડોળને લઈને પ્રતિબદ્ધતા નહોતી દર્શાવી. આશા છે કે બેંકો જરુરિયાત અનુસાર ભંડોળ બજારમાંથી ભેગુ કરી લેશે. પાછલા નાણાકીય વર્ષે 70 હજાર કરોડ મૂડી નાખી 2019-20માં સરકારે આ બેંકોમાં 70 હજાર કરોડ રૂપિયા નાંખ્યા હતા. જેમાં પંજાબ નેશનલ બેંકને 16, 091 કરોડ રૂપિયા મળ્યા હતા.

યુનિયન બેંકને 11, 768 કરોડ, કેનેરા બેંકને 6571 કરોડ, ઈન્ડિયન બેંકને 2534 કરોડ, અલ્હાબાદ બેંકને 2153 કરોડ, યૂનાઈટેડ બેંકને 1666 કરોડ રૂપિયા અને આંધ્ર બેંકને 200 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય બેન્કોના હવે અન્ય બેન્કો સાથે વિલય થઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana

શ્રેય અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઉંઘમાં, અમદાવાદમાં હજુ 500 હોસ્પિટલમાં ફાયર એનઓસી બાકી, હોટલ અને ટ્યુશન ક્લાસીસનો આંકડો તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!