GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

મોદી સરકાર બેંક ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખી રહી છે, તેવી અફવા ફેલાયા બાદ બેંકોની બહાર ભીડ જમા થઈ ગઈ હતી. આ ઘટના કેરલના મુન્નારમાં ઘટી હતી. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયા બાદ આ દોડધામ મચી હતી. આ મેસેજમાં એવો ઉલ્લેખ હતો કે, મોદી સરકાર દ્વારા બેંક ખાતામાં 15-15 લાખ જમા કરાવામાં આવી રહ્યા છે. આ જોઈ આર્થિક રીતે નબળા લોકો બેંકમાં નવા ખાતા ખોલાવા પહોંચી ગયા હતા, જેથી સરકાર તેમના ખાતામાં પૈસા નાખી શકે.

અફવાની સચ્ચાઈ જાણી વિલા મોઢે પાછા ફર્યા

આ કંઈ પ્રથમ વાર નથી બન્યું, કે આ રીતની અફવાઓ ફેલાઈ હોય. લોકોએ પોતાના કામ ધંધા છોડી સૌથી પહેલા બેંકમાં પહોચ્યા, તે હકીકતમાં આ સાચી વાત છે કે, કોરી અફવાઓ છે. જો કે, અમુક લોકોએ તો બિસ્તર પણ સાથે લઈને પહોંચી ગયા હતા. કેમ કે, જો લાઈનમાં લાગવુ પડે તો, રાત્રે પણ ત્યાં રોકાઈ શકે. જો કે, જ્યારે આ ઘટનામાં સચ્ચાઈ જાણવા મળી અને ખબર પડી કે, આ તો એક પ્રકારની અફવા હતી, તો લોકોને વિલા મોઢે પાછા ફરવુ પડ્યુ હતું. જણાવી દઈએ કે, આવી અફવા ફેલાયા બાદ ત્રણ દિવસમાં જ 1050 નવા ખાતા ખોલાવ્યા હતા.

READ ALSO

Related posts

હવે યુઝર્સની પસંદગીથી તેની પોસ્ટ જોઈ શકશે લોકો, સોશિયલ સાઇટ્‌સમાં નવાં પ્રાઇવસી ટૂલ્સનું ફીચર્સ ઉમેરાયું

Ankita Trada

સુરતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ફરી હિરા ઉદ્યોગ થયો શરૂ

pratik shah

સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેનનું કોરોનાવાયરસથી થયું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!