મોદી સરકારે સંસદની વિભિન્ન સ્થાઈ સમિતિની રચના કરી છે. જેમા કુલ 24 સમિતિમાંથી 13 સમિતિની કમાન ભાજપને મળી છે. જ્યારે ચાર સમિતિની જવાબદારી કોંગ્રેસને મળી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ આનંદ શર્માને ગૃહ મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ પહેલા આ સમિતિના ચેરમેન પી. ચિદમ્બરમ હતા.

નવી સમિતિની રચનામાં કોંગ્રેસને વિદેશ અને નાણા મંત્રાલયની સમિતિમાં સ્થાન મળ્યુ નથી. જેથી કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશને પરિવહન, રાહુલ ગાંધીને વિદેશ મંત્રાલાયની સમિતિમાં સ્થાન મળ્યુ છે. આ ઉપરાંત ભાજપે ચાર પૂર્વ સીએમને સમિતિમાં જવાબદારી સોંપી છે.

પૂર્વ કૃષિ પ્રધાન રાધામોહનસિંહને રેલવે, પીપી ચૌધરીને વિદેશ અને ભૂપેનદ્રર યાદવ, રમા દેવી, સંજય જયસ્વાલઅને અલગ-અલગ સમિતિની કમાન સોંપવામાં આવી છે. જ્યારે સંસદની વિવિધ સમિતિમાં ટીએમસીનું સ્થાન ઘડ્યુ છે. એનડીએની સહયોગી પાર્ટી જેડીયુ અને શિવસેનાને પણ સમિતિમાં સ્થાન આપ્યુ છે. શિવસેનાને ગ્રામિણ વિકાસ અને જેડીયુને ઉર્જા મંત્રાલયની સમિતિમાં સ્થાન મળ્યુ છે.
READ ALSO
- હેલ્થ ટીપ્સ / શુ તમે પણ ગોઠણના દુખાવાથી પરેશાન છો? કયારેય ન કરતા આ છ ભૂલો નહિ તો…
- EPFO: તમે પણ ભૂલી ગયા છો UAN? તો ડાયલ કરો આ નંબર, સેકન્ડોમાં આવી જશે SMS
- હવે આ રીતે ગેસ બુકિંગ કરાવી બિલકુલ ફ્રીમાં મેળવો LPG સિલિન્ડર
- ફોટામાં જુઓ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતોની દિલ્હી કૂચ, ટ્રેક્ટર પરેડમાં ક્યાં કેવી થઈ ધમાલ
- લાલ કિલ્લા પર જ્યાં પીએમ લહેરાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો