GSTV

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે સેલરી સાથે જોડાયેલા આ નિયમોમાં કર્યો ફેરફાર

કાર્મિક, લોક ફરીયાદ અને પેંશન મંત્રાલયના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (Dopt)એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વેતનની સુરક્ષાને લઈને ઓફિસ મેમોરેંડમ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, સાતમાં વેતન આયોગના મદ્દેનજર કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર ભરતી થકી અલગ સેવા અથવા કેડરમાં નવા પદ પર નિયુક્ત થયા બાદ કર્મચારીને વેતનની સુરક્ષા મળશે. આ સુરક્ષા સાતમાં વેતન આયોગના FR 22-B(1) ની હેઠળ મળશે.

જવાબદારી હોવી અથવા નહી હોવા પર પણ મળશે પે પ્રોટેક્શન

ઓફિસ મેમોરેંડમમાં કહેવામાં આવ્યુ છે કે, સાતમાં કેન્દ્રીય વેતન આયોગ (CPC)ની રીપોર્ટ અને CCS (RP)નિયમ-2016ના લાગુ થવા પર રાષ્ટ્રપતિએ FR 22-B(1)ની હેઠળ કરવામાં આવેલ જોગવાઈની હેઠળ કેન્દ્ર સરકારના એવા કર્મચારીઓને પ્રોટેક્શન ઓફ પેની મંજૂરી આપી દીધી છે. જેની બીજી સેવા અથવા કેડરમાં પ્રોબેશનર તરીકે નિયુક્તિ થઈ છે. આ પ્રોટેક્શન ઓફ પે દરેક પરિસ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીને વેતન સુરક્ષા આપશે. પછી ભલે તેની પાસે વધારે જવાબદારી હોય કે નહી. આ આદેશ 1 જાન્યુઆરી 2016થી પ્રભાવી માનવામાં આવશે.

મંત્રાલયો અને વિભાગો તરફથી કરવામાં આવશે આગ્રહ

DOPT ની ઓફિસ મેમોરેંડમમાં કહેવામાં આવ્યુ છે કે, FR 22-B(1)ની હેઠળ પ્રોટેક્શન ઓફ પેને લઈને મંત્રાલયો અથવા વિભાગોથી મળેલા ઘણા રેફરેંસેસ બાદ તેની જરૂરિયાત મહેસૂસ કરવામાં આવેલી કે, કેન્દ્ર સરકાર એવા કર્મચારી જે ટેકનિકલ રીતથી રાજીનામુ આપ્યા બાદ કેન્દ્ર સરકારની અલગ સેવા અથવા કેડરમાં નવા પદ પર સીધી ભરતીથી નિયુક્ત હોય છે. તેમણે સાતમાં વેતન આયોગ હેઠળ વેતન નિર્ધારિત કરવા માટે દિશાનિર્ગેશન જાહેર કર્યા છે.

પ્રોબેશન પર નિયુક્ત થયેલ કર્મચારી માટે આ છે નિયમ

FR 22-B(1)ની જોગવાઈઓમાં કહેવામાં આવ્ય છે કે, આ નિયમ તે સરકારી કર્મચારીના વેતનને લઈને છે, જો બીજી સેવા અથવા કેડરમાં પ્રોબેશન પર નિયુક્ત થયુ છે અને ત્યારબાદ તે સેવામાં સ્થાયી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રોબેશનના સમયગાળા દરમિયાન તે લઘુતમ ટાઈમ સ્કેલ પર વેતન કાઢશે અથવા સેવા અથવા પદની પ્રોબેશનરી સ્ટેજ પર નિકાસી કરષે. પ્રોબેશનના સમયગાળો ખતમ થયા બાદ સરકારી કર્મચારીનુ વેતન સેવાના ટાઈમ સ્કેલમાં અથવા પદમાં નક્કી કરવામાં આવશે. જેને નિયમ 22 અથવા નિયમ 22-C ને જોતા કહેવામાં આવશે.

READ ALSO

Related posts

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

ફીનું ભારણ/ વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે મહત્વનો નિર્ણય, શિક્ષણ મંત્રી સાથે યોજાશે મહત્વની બેઠક

pratik shah

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!