હવે પુરુષોને પણ મળશે આટલા દિવસની રજાઓ, નવા વર્ષ પહેલાં કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ

નવા વર્ષની શરૂઆત પહેલાં મોદી સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપવાનો નિર્ણય લીધો છે. સાતમા પગારપંચ તરફથી સિંગલ ફાધરને પણ ચાઇલ્ડ કેર લીવ આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેના પર કેન્દ્રએ મહોર મારી દીધી છે અને નોટિફિકેશન જારી કરી દીધી છે. પહેલાં આ રજાઓ ફક્ત મહિલા કર્મચારીઓને જ મળતી હતી. પરંતુ હવે આ ચાઇલ્ડ કેર લીવ પુરુષોને પણ મળશે.

આ નોટિફિકેશન અનુસાર પુરુષ કર્મચારીને 730 દિવસની રજાઓ બાળકની સારસંભાળ માટે મળશે. પરંતુ આ સુવિધા ફક્ત તે જ પુરુષોને મળશે જેની પત્નીનું નિધન થઇ ચુક્યું છે અથવા તો જેના બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે.

પેઇડ લીવમાં પણ થયા આ ફેરફાર
આ ઉપરાંત કેન્દ્ર કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લેતાં પેઇડ લીવમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં છે. જે અનુસાર જાન્યુઆરી અને જુલાઇ મહિના પહેલાં જ પાંચ દિવસની એડવાન્સ લીવ દરેક કેલેન્ડર વર્ષમાં તેમના ખાતામાં જોડી દેવામાં આવશે.

અન્ય દેશોમાં આ છે નિયમ

અમેરિકામાં પેઇડ લીવની સુવિધા નથી. પરંતુ પરિવાર અને ચિકિત્સા કાયદો 1993 હેઠળ કર્મચારી 12 અઠવાડિયાની અનપેઇડ લીવ જરૂર લઇ શકે છે. તેવામાં કેલિફોર્નિયામાં 6 મહિનાની રજા લઇ શકાય છએ. ઓસ્ટ્રેલિયામાં પણ બાળકોની સારસંભાળ માટે 18 અઠવાડિયાની રજા લઇ શકાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter