કેન્દ્રની મોદી સરકારે શનિવાર રોજ મોટો નિર્ણય કરતા વિવિધ મંત્રાલયોમાં 13 નવા સચિવોની નિમણૂંક કરી છે. શનિવારે કર્મચારી અને તાલીમ વિભાગે આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. 13 નવા સચિવોની નિમણૂંક સાથે કેન્દ્ર સરકારે 5 IAS અધિકારીઓને વિશેષ સચિવ કક્ષાની બઢતી આપી છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર લાંબા સમયથી બઢતી પર વિચારણા કરી રહી હતી અને આ હુકમમાં બઢતી આપનારા અધિકારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી હતી. ત્યારે આ યાદી પર શુક્રવારના રોજ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની સૂચના શનિવારના રોજ આપવામાં આવી.

જાણો કયા નવા સચિવોની નિમણૂંક કરાઇ?
- મધ્ય પ્રદેશ કેડરના 1985 બેચના IAS અધિકારી દીપક ખાંડેકરને કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ બનાવવામાં આવ્યાં છે. આ અગાઉ તે આદિજાતિ કલ્યાણ વિભાગના સચિવ તરીકે કાર્યરત હતાં.
- ઓરિસ્સા કેડરના 1985 બેચના IAS અધિકારી ઉપેન્દ્ર પ્રસાદ સિંહને કાપડ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ પહેલાં તેઓ જળ ઊર્જા, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગના સચિવ હતાં.
- મધ્ય પ્રદેશ કેડરના 1987 બેચના IAS અધિકારી, રાજેશકુમાર ચતુર્વેદીને ખાતર વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ પહેલાં તેઓ કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સ, કેમિકલ્સ અને ખાતરોના મંત્રાલયના સેક્રેટરી હતાં.
- કર્ણાટક કેડરના 1985 બેચના IAS અધિકારી યોગેન્દ્ર ત્રિપાઠીને પર્યટન મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. જેઓ પહેલાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત હતાં.
- 1986ની બેંચના ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી આલોક ટંડનને ખાણકામ મંત્રાલયમાં સચિવ પદ પર તેઓને નિયુક્ત કરવામાં આવ્યાં છે.
- ઓરિસ્સા કેડરના 1986ની બેચના IAS અધિકારી જી વી વેણુગોપાલા સર્માની રાષ્ટ્રીય ઓથોરિટી, કેમિકલ હથિયારો સંમેલનના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
- 1987 બેચના નાગાલેન્ડ કેડરના IAS અધિકારી પંકજ કુમાર કે જેઓને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગના સચિવ બનાવવામાં આવ્યાં છે.
- તમિલનાડુની કેડરના 1987ની બેચના IAS અધિકારી ઑટમ દાઇની સેક્રેટરી કેટેગરીમાં બઢતી કરાઇ છે. જેઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં સેક્રેટરી તરીકે કામ કરશે.
- 1988ની બેચના યુપી કેડરના IAS અધિકારી આલોકકુમાર I, કે જેઓને ઊર્જા મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યાં છે.
- 1988ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી વિદ્યુત બિહારી સ્વૈનને સૂક્ષ્મ અને લઘુ મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યાં છે.
- 1988ની બેચના IAS અધિકારી પ્રવીણકુમાર શ્રીવાસ્તવને કેબિનેટ સચિવાલય સચિવ (સંકલન), બનાવવામાં આવ્યાં છે.
- મહારાષ્ટ્ર કેડરના 1988 બેચના IAS અધિકારી અરવિંદ સિંહને પર્યટન મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યાં છે.
- ઝારખંડ કેડરના 1988 બેચના અધિકારી અલકા તિવારીને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય પંચમાં સચિવ બનાવવામાં આવ્યાં છે.
READ ALSO :
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ