GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

2 સરકારી ટેલિફોન કંપનીઓનું થયું મર્જર, નહીં થાય એક પણ કંપની બંધ

છેલ્લા ઘણા સમયથી બીએસએનએલ અને એમટીએનએલ પર સંકટનાં વાદળો છવાયા હતા. ત્યારે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલને સંકટથી બહાર લાવવા માટે પોતાની યોજના રજૂ કરી છે.

સરકારે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી બીએસએનએલ અને એમટીએનએલને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બીએસએનએલ કે એમટીએનએલ બન્નેમાંથી એક પણ કંપની બંધ થશે નહી.

પરંતુ એમટીએનએલ બીએસએનએલ સાથે મર્જ કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું,  બીએસએનએલ અને એમટીએનએલને પાટા પર લાવવા માટે  રૂ. 15,000 કરોડનાં સરકારી બોન્ડ, 38,000 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ અને કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના લાવવામાં આવશે.

એમટીએનએલ તેની સેવાઓ દિલ્હી અને મુંબઇમાં પ્રદાન કરે છે. જ્યારે બીએસએનએલ દિલ્હી અને મુંબઈ સિવાય દેશભરમાં સેવાઓ પૂરી પાડે છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં છુપાયો હતો! પોલીસ દરોડામાં ગૈંગસ્ટરનો સાથી પકડાયો

Mansi Patel

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!