GSTV
India News Trending

શા માટે બેન થઈ આ 59 એપ્સ, કેવી રીતે લાગશે પાબંદી, કેવી થશે અસર ? જાણો આ 10 મુદ્દામાં

TikTok

ભારત સરકારે 59 મોબાઈલ એપ પર બેન લગાવી દીધો છે. દેશની રક્ષા, સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતા અને લોકોની ગોપનિયતાનો હવાલો આપીને આ તમામ એપ્સ ઉપર બેન લગાવવામાં આી છે તેમાં ટિકટોક જેવી ચાઈનીઝ એપનો પણ સમાવેશ થાય છે. સાથે જ શેરચેટ અને કેમ સ્કેનર જેવ ઉપયોગી એપ ઉપર બેન લગાવવામાં આવી છે. હવે સવાલ એ છે કે આ એપને કેવીરીતે બેન કરાશે. શુ માત્ર નવા એપ ડાઉલોડ કરવાની સુવિધા પૂર્ણ થઈ જશે કે હવે મોબાઈલમાં રહેલી એપ્લીકેશન પણ કામ કરવાનું બંધ કરી દેશે.

આઈટી એક્ટની કલમ 69-A હેઠળ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, આ એપ ભારતની સંપ્રભુતા અને અખંડિતતા માટે ખતરો છે. માટે મોબાઈલ અને નોન-મોબાઈલ ઈન્ટરનેટ ડિવાઈસમાં બેન કરવામાં આવી છે. એટલે કે મોબાઈલ સીવાય કોઈ અન્ય માધ્યમથી આ એપ્લીકેશનનો ઉપયોગ નહીં કરી શકાય.

સુચના અને પ્રોદ્યોગિકી મંત્રાલની તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને મોબાઈલ એપ્લીકેશનના ખોટા ઉપયોગની માહિતી મળી રહી છે. યુઝર્સનો ડેટા ભારતથી બહાર ટ્રાન્સફર થઈ રહ્યો છે. એ માટે બેન લગાવવામાં આવી છે.

ટેલિગ્રાફ એક્ટ હેઠળ સંચાલય મંત્રાલય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને કોઈપણ વેબસાઈટ-એપને ડેટા રોકવા માટે કહી શકે છે. એ તમામ એપનો ડેટા આવનારા દિવસોમાં કે એક જ દિવસમાં રોકી દેવાય છે. ગુગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર ઉપરથી આ એપ હટાવવામાં આવે છે. તેની અપડેટ પણ નહીં મળે.

ડેટા રોકવાથી યુઝર્સને ફીડ મળતી બંધ થઈ જશે અને માત્ર જૂના વિડિયો જ જોવા મળશે. ચીનામાં આવી જ રીતે ગુગલ, ફેસબુક ઉપર રોક લગાવી છે. દુબઈમાં વોટ્સએપ ઉપર ચેટ થઈ શકે છે પણ કોલ નહીં.

હવે મામલો સમિતિ પાસે જશે. મંત્રાલય સંયુક્ત સચિવના અધ્યક્ષ છે. અન્ય મંત્રાલયોના પ્રતિનિધિનો તેમા સમાવેશ થાય છે. પ્રતિબંધિત એપ સમિતિની સામે પોતોનો પક્ષ રાખી શકે છે. તે બાદ સમિતિ નિર્ણય લેશે કે પ્રતિબંધ યથાવત રાખવામાં આવે કે હટાવી દેવામાં આવે.

ગૃહ મંત્રાલયે પોતાની રિપોર્ટમાં આ એપના તે દાવાનું ખંડન કર્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, સર્વર સિંગાપુરમાં છે ડેટા ચીન નથી જતો. જ્યારે એપલની રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે, આ એપ ઉપર ડેટા સુરક્ષિત નથી.

સરકારના આદેશ બાદ એપ હટાવવાનું શરૂ થઈ ગયું છે. ટિકટોકે પણ પોતાની સફાઈમાં કહ્યું છે કે, તે તેના ઉપર કામ કરી રહ્યાં છે. સાથે જ ટિકટોકે એ પણ જણાવ્યું કે, કોઈ ભારતીય યુઝર્સની જાણકારી અન્ય દેશ, જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે તેને આપવામાં નથી આવ્યો, પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી ટિકટોક હટાવવામાં આવી છે.

59 એપ ઉપર બેન થવા ઉપર ભારતીય યુઝર્સ ઉપર બહુ મોટી અસર થશે. કારણ કે તેમાં તમામ પ્રકારની એપ્લીકેશનનો સમાવેશ થાય છે. કેટલીક એપ લોકોને એન્ટરટેનમેન્ટ માટે છે તો કેટલીકનો ઉપયોગ પ્રોફેસનલ લેવલ ઉપર પણ કરવામાં આવી રહ્યો છે. કેટલીક એવી પણ એપ છે જે તમારૂ કામ સરળ બનાવે છે. ટિકટોકના 100 મિલિયન એક્ટિવ યૂઝર્સ હતાં. સાથે જ હેલ્લો, લાઈક જેવી સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ઉપર પણ મોટી સંખ્યામાં ભારતીય યુઝર્સ છે.

આ એપ ભલે ચીની હોય પણ તેમાં ભારતીય લોકોનો રોજગાર પણ ચાલે છે. મોટાભાગની એપ્લીકેશનની ભારતમાં ઓફિસ છે. અને મોટી સંખ્યામાં ત્યાં લોકોને રોજગારી મળે છે. તેવામાં કોરોના સંકટકાળમાં દેશમાં બેરોજગારીની સમસ્યાથી પહેલાથી જ લડી રહ્યાં છે. તેવામાં આ એપ્લીકેશન કંપની સાથે જોડાયેલા લોકોની નોકરી ઉપર સંકટ તોળાઈ રહ્યું છે.

એક સવાલ એ છે કે, શું આ એપ ઉપર બેન આજીવન હશે કે કેટલાક સમય માટે. હવે કમિટિ નિર્ણય લેશે કે પ્રતિબંધ એપ્લીકેશન પોતાનો જવાબ રજૂ કરે. જેના વિચાર બાદ નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે, મદ્રાસ હાઈકોર્ટના આદેશ ઉપર પાછલા વર્ષે કેટલાક દિવસો માટે ટિકટોક ઉપર બેન લગાવી દીધી હતી. પરંતુ કોર્ટનો આ આદેશ દુર થતાની સાથે જ આ એપ્લીકેશન ફરીથી આવી ગઈ.

Related posts

GT vs RR/ IPLના ફાઇનલમાં અત્યાર સુધી નથી હાર્યો આ ખેલાડી, રાજસ્થાન માટે સાબિત થશે સૌથી મોટો ખતરો

Damini Patel

Investment Tips: IPOમાં પૈસાનું રોકાણ કરતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Binas Saiyed

IPL 2022/ આ સિઝનમાં સુપર ફ્લોપ રહ્યા ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી, રમતમાં ખુબ ખરાબ રીતે કર્યા નિરાશ

Damini Patel
GSTV