GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ચીની એપ્સ પર પ્રતિબંધ બાદ હવે આ વસ્તુની આયાત રોકવાની તૈયારીમાં મોદી સરકાર, ઉદ્યોગ જગત સાથે ચર્ચા શરૂ

પહેલા ચાઈનીઝ કંપનીઓ પાસેથી કોન્ટ્રાક્ટ અને ટેન્ડર પરત ખેંચી લીધા બાદ સરકારે ચાઈનીઝ કંપનીઓની એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ હવે સરકાર 5G ટેક્નોલોજીમાં ચાઈનિઝ કંપનીઓના ઈક્વિપમેન્ટના ઉપયોગને પ્રતિબંધિત કરવા અંગે ટોચના સ્તરે ચર્ચા કરી રહી છે. કેન્દ્ર સરકારના ટોચના પ્રધાનોએ આ અંગે પણ ચર્ચા કરી હતી. જોકે, આ મામલે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સૂત્રોએ માહિતી આપી કે, ચાઈનીઝ ટેકનોલોજી કંપની હુવેઈ અને અન્ય કંપનીઓ ચર્ચાના કેન્દ્રમાં છે.

ભારતને પ્રોત્સાહિત કરી રહ્યા છે

મહત્વનું છે કે, આ વર્ષની શરૂઆતમાં 5-G સ્પેક્ટ્રમની હરાજી કોરોના વાયરસ મહામારીના કેસ વુહાનમાં મળ્યા પછી અને આ પ્રક્રિયામાં સામેલ અન્ય પ્રતિસ્પર્ધી કંપનીઓ વોડાફોન-આઈડિયાની નબળી આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને એક વર્ષ માટે ટાળી દેવામા આવી છે. હુવેઈ પર અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બેન મૂકી દીધો છે. તેવું જ અમેરિકન ઓથોરિટી પોતાના બીજા વેપાર ભાગીદાર દેશો યુકે અને ભારતને કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન

તદ્ઉપરાંત સરકાર 10-12 પ્રોડક્ટમાં લાઇસન્સિંગ કરવાનું પણ વિચારી રહી છે. સરકારનું ફોકસ એરકંડિશન અને તેના સ્પેરપાર્ટ્સનું ઇમ્પોર્ટ ઓછું કરવા પર છે જેથી ડોમેસ્ટિક પ્રોડક્શન વધારી શકાય. આ ઉપરાંત સ્ટીલ, એલ્યુમિનિયમ, ફુટવેર, બટેટા, સંતરા વગેરે પ્રોડક્ટના લોકલ મેન્યુફેક્ચરિંગને ઇન્સેન્ટિવ આપવાની પણ તૈયારી થઈ રહી છે. સરકાર તરફથી એવા ઉત્પાદકોની લિસ્ટ તૈયાર કરવામા આવી છે. જેના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.

READ ALSO

Related posts

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi

બલદાઇ ગયા છે પાવર ઑફ એટર્નીના નિયમો: આ કામ નહીં કરો તો દસ્તાવેજ નહીં થાય

Bansari

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!