GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોનાના ફફડાટ વચ્ચે મોદી સરકારે ખેડૂતો માટે પણ જાહેર કરી ગાઈડલાઈન, અહીં 5 લોકોના ભેગા ન થવા પર આપી આ સલાહ

કૃષિ મંત્રાલયમાં નોંધાયેલા ખેડૂતોને સંદેશ મોકલવામાં આવ્યો છે. જેનાથી ખેડૂતોમાં ચિંતા અને અશાંતિ વધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકની વાવી અને કાપણી કરવાના સમયમાં પાંચ વ્યક્તિઓથી વધારેની ભીડ ન થાય તેનું ધ્યાન આપવું. નિષ્ણાંતો કહે છે કે આનાથી ખેડૂતોની સમસ્યાઓ વધુ વકરી શકે છે. જો કે, આ સલાહ ખેડૂતોને કોરોનાવાયરસ વાયરસથી બચાવવા માટે છે. મેસેજમાં કહેવાયું છે કે, ખેતીમાં કામ કરતા સમયે ઓછામાં ઓછી એક મીટરનું અંતર જાળવવું જરૃરી છે. મોં પર માસ્ક મૂકો. સમયાંતરે સાબુ અથવા સેનિટાઇઝરથી હાથ ધોવા. કોઇપણ સમસ્યા માટે તાત્કાલિક જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો છે.

કોરોના

વરસાદ કે વાવાઝોડું આવશે તો !

હાલમાં ગામોમાં કોરોના વાયરસ અને લોકડાઉન દરમિયાન પોલીસ કાર્યવાહીના ડરથી ખેતરોમાં કામ કરતા કામદારોની અછત છે. તેથી, ખેતરમાં ઊભા મોલની લણણીમાં વિલંબ થાય છે. મોટાભાગનાં સ્થળોએ પાક હજી ખેતરોમાં ઊભો છે. ખેડુતોને ડર છે કે જો લણણીના વિલંબ દરમિયાન વરસાદ કે વાવાઝોડું આવશે તો તેમનું મોટું નુકસાન થશે. ઘઉંનો રંગ બદલાશે. સરસવની કાપણીમાં વિલંબ થવાને કારણે શિંગો ફાટી જતાં દાણા ખેતરોમાં વેરાઈ જતાં પહેલેથી જ નુકસાન જઈ રહ્યું છે.

લોકડાઉનને કૃષિ પ્રવૃત્તિઓમાંથી મુક્તિ

જો કે, સરકારે, ખેડૂતોની મજબૂરીને ધ્યાનમાં રાખીને, લોકડાઉનને કૃષિ પ્રવૃત્તિઓમાંથી મુક્તિ આપી છે. ઘઉંની કાપણી માટે મશીનને ખેતરમાં લઈ જવાની પરમિશન આપી છે. આ ઉપરાંત સરકારે મંડીઓ અને ખરીદી કરનાર વેપારીઓને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે બહાર પાડેલા નિર્દેશો મુજબ, કૃષિ કામદારો, ઉપરાંત ખાતર, જંતુનાશક દવાઓ અને બીજ ઉત્પાદક વેપારીઓ તેમજ એકમોને પણ લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

સુરતથી 446 ટ્રેન ઉપડી: 7 લાખ શ્રમિકોની વતન વાપસી, સૌથી વધુ ટ્રેનો આ રાજ્યની

Bansari

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!