GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ગઈ વખતે મોદી કેબિનેટમાં હતી 6 મહિલાઓ, આ વખતે તેનાથી ઓછી થઈ પસંદ

નરેન્દ્ર મોદીએ આ વખતે તેના મંત્રીમંડળમાં 6 મહિલાઓને મંત્રી બનાવી છે. તેમાં 3 મહિલાઓને કેન્દ્રિય કેબિનેટ મંત્રી બનાવી છે અને બાકી 3ને કેન્દ્નિય રાજ્યમંત્રી બનાવી છે. ગયા વખતે કરતાં આ વખતે મહિલાઓ કેબિનેટમાં ઓછી છે. ગઈ સરકારમાં 10 મહિલાઓને મંત્રી બનાવાઈ હતી.

આ વખતે સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, અનુપ્રિયા પટેલ, મેનકા ગાંધી અને નજમા હેપતુલ્લાને મંત્રીમંડળમાં સામેલ કરી નથી. સુષ્મા સ્વરાજે સ્વાસ્થ્ય સારું ન હોવાના કારણે મંત્રીમંડળમાં નથી રહી તેવું કહ્યું છે, જ્યારે લોકસભા ચૂંટણી વખતે જ ઉમા ભારતીએ જાહેર કર્યું હતું કે તે ચૂંટણી નહીં લડે. આગલી સરકારમાં મોદીએ મંત્રીમંડળમાં 10 મહિલાઓને મંત્રી પદથી નવાજવામાં આવી હતી. તેમાં 6 મહિલાઓને કેબિનેટમાં મંત્રી બનાવાઈ હતી, બાકીને રાજ્યમંત્રીનું પદ સૌપ્યું હતું.

smriti irani

આ વખતે નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની અને હરસિમરત કૌર બાદલ ને કેબિનેટમાં જગ્યા મળી છે. વર્ષ 2014માં સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રી, ઉમા ભારતીને જલ સંસાધન, નદી વિકાસ અને ગંગા સફાઈ મંત્રી, સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન મંત્રી, મેનકા ગાંધીને મહિલા અને બાળ વિકાસ મંત્રી, હરસિમરત કૌરને ખાધ પ્રસંસ્કારણ ઉદ્યોગ મંત્રી અને નજમા હેપતુલ્લાને અલ્પસંખ્યક બાબતના મંત્રી બનાવાયાં હતાં.

બાદમાં નજમા હેપતુલ્લાને હટાવામાં આવી હતી અને સ્મૃતિ ઈરાનીનું મંત્રાલય બદલવામાં આવ્યું હતું. તે ઉપરાંત નિર્મલા સીતારમણને રક્ષામંત્રી બનાવાયાં હતાં. લોકસભાની આ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ બીજી વાર પ્રધાનમંત્રીના શપથ લીધા હતા. તેમાં 24 કેબિનેટ મંત્રી સાથે અને 57 મંત્રીઓએ પણ શપથગ્રહણ કર્યા હતા.

Read Also

Related posts

આ રાજ્યમાં લગ્ન સમારોહ પૂર્વે પોલીસ સ્ટેશનના પ્રભારીને આપવી પડશે માહિતી

Ankita Trada

Hair Fall Remedies: એક જ વારના ઉપયોગમાં વાળ ખરતાં ઓછા થઇ જશે, આ ઘરેલૂ નુસ્ખાથી ટાલમાં પણ ઉગશે નવા વાળ

Bansari

So Cute! સિંહના બચ્ચાને ચિમ્પાન્ઝી પિવડાવી રહ્યું છે દૂધ, Viral Video જોઈને થઈ જશો ખુશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!