મજૂર કાયદામાં ફેરફારને લઈને સરકારની વિરૂદ્ધ બનતી ધારણા અને રાજનૈતિક હુમલાઓને જોતા હવે કેન્દ્ર સરકારે મજૂરોના ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે વધુ કડક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે. સરકારે ડ્રાફ્ટ કોડ ઓન વેજ સેન્ટ્રલ રૂલ્સ માટે ગેજેટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
તોનાથી દેશભરમાં 50 કરોડ કર્મચારીઓ-શ્રમિકોને ફાયદો થઈ શકે છે. સરકારે મંગળવારે જ આ ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યો છે અને તેમાં દરેક પક્ષોની મંતવ્યો પણ આવ્યા છે જ્યાર બાદ અંતિમ નિયમ-કાયદા તૈયાર કરવામાં આવશે.
મહત્વનું છે કે સંસદમાં એક વર્ષ પહલા જ કોડ ઓન વેજીઝ બિલ પસાર થઈ ચુક્યું છે. સરકારનો દાવો છે કે તેમાં ન ફક્ત લોકોની જીવિકા પરંતુ તેમના વધુ સારા જીવનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફોર્મેટ અનુસાર ન્યુનતમ વેતન નક્કી કરવાના અધિકાર કેન્દ્ર અને રાજ્ય સરકારોની પાસે હશે.
શ્રમ સુધારોની હેઠળ સરકારે ચાર લેબર કોડ તૈયાર કર્યા છે. જેમાંથી પહેલા ન્યૂનતમ વેતનનો અધિકાર જ છે. કોરોના સંકટની વચ્ચે હાલમાં કોઈ રાજ્ય સરકારોને શ્રમ કાયદાને ઈન્ડસ્ટ્રીના પક્ષમાં લાવી દીધા છે જેના કારણે ટ્રેડ યુનિયન્સ તેમની આલોચના કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારની છવિ પર પણ અસર પડ્યો છે.
શું છે આ ફોર્મેટમાં?
પહેલાથી વિપરીત આ ડ્રાફ્ટમાં એક મોટો બદલાવ એ છે કે એમ્પલોયરને દરેક કર્મચારીઓને સેલરી સ્લિપ આપવી પડશે, તે ફીઝીકલ સ્વરૂપે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપવી પડશે. ઉલ્લેખનીય છે કે તેનાથી પારદર્શિતા વધશે, અને કામદારોનું ત્રાસ ઓછું થશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચન મુજબ આમાં 123ની રીતે શામેલ કરવામાં આવ્યું છે, આ શ્રેણીમાં લોડર, અનલોડર, લાકડા કાપવાવાળા, ઓફિસ બોય, પ્યુન, ક્લીનર, ચોકીદાર, સ્વીપર, એટેન્ડેંન્ટ, બેલદાર વગેરે કામદારો આ શ્રેણીમાં શામેલ છે.

અર્ધ કુશલ કર્મચારીઓમાં 127 આ વર્ગને શામેલ કરવામાં આવ્યા છે. જેમાં રસોયા, બટલર, ખલાસી, ધોબી, જમાદાર વગેરે શામેલ છે. જ્યારે કુશલ શ્રેણીમાં મુંન્શી, ટાઈપિસ્ટ, બુકકિપર, લાઈબ્રેરિયન, હિન્દી અનુવાદક, ડેટા ઓપરેટર વગેરે શામેલ છે. આ સિવાય ઉચ્ચ કુશલ કર્મચારીઓની પણ એક શ્રેણી છે, જેમાં આર્મર્ડ સિક્યોરીટી ગાર્ડ, હેડ મેકૈનિક્સ, કમ્પાઉન્ડર, સુવર્ણકાર વગેરે શામેલ છે.
કેવી રીતે નક્કી થશે લઘુત્તમ વેતન
ફોર્મેટ અનુસાર લઘુત્તમ વેતન નક્કી કરવામાં પરિવારને આધાર બનાવામાં આવશે. એવું માનવામાં આવ્યું છે કે એક સ્ટાન્ડર્ડ વર્કિંગ ક્લાસ પરિવારમાં જો કર્મચારી ઉપરાંત તેની પત્ની અને બે બાળકો હોય તો તેમ કુલ ત્રણ વયસ્ક લોકો બરાબર ભોજન કરશે અને પ્રત્યેક વ્યક્તિને ઓછામાં ઓછી 2700 કેલરી પ્રતિ દિન મળવી જોઇએ. આ રીતે આ પરિવારને દરરોજ આશરે 66 મીટર કપડાની જરૂર પડે છે. તેના રૂમનું ભાડુ, ભોજન અને કપડાનો કુલ ખર્ચ આશરે 10 ટકા હશે. તેનો ઇંધણ ખર્ચ, વીજળીનું બિલ તથા અન્ય ખર્ચા લઘુત્તમ વેતનના આશરે 20 ટકા હોઇ શકે છે. આ ઉપરાંત બાળકોનો અભ્યાસ, ચિકિત્સા જરૂરિયાત, મનોરંજન, આકસ્મિક ખર્ચા વગેરેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

ફક્ત 8 કલાક થશે કામ
આ નવા ફોર્મેટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય કામકાજના દિવસોમાં કોઇ કર્મચારીને ફક્ત 8 કલાક કામ કરવાનું રહેશે. તેને એક કે તેથી વધુ વખત બ્રેક પણ મળશે. તે કુલ એક કલાકનો હશે. આ રીતે અઠવાડિયામાં એક દિવસ સાપ્તાહિક રજા રહેશે. મહત્વનુ છે કે ઘણાં રાજ્ય સરકારને કોરોના સંકટ વચ્ચે કામના કલાક વધારીને 12 કરી દીધાં છે. જેની ઘણી આલોચના પણ થઇ રહી છે.
Read Also
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન
- દિલ્હી હિંસા બાદ ખેડૂત નેતાઓ બેકફૂટ પર: આ નેતાએ માફી માગતા કહ્યું, અમે શર્મસાર, 30મીએ રાખીશું ઉપવાસ
- NCC કાર્યક્રમમાં જોવા મળ્યો યુવાનોનો જોશ, પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર
- ફરી ઉઠ્યો મહારાષ્ટ્ર – કર્ણાટક સરહદી વિસ્તાર વિવાદ: નાયબ મુખ્યપ્રધાને કરી મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગ
- EPFO/ PFમાં મોદી સરકાર કરશે આ ખાસ ફેરફાર, 40 કરોડ કર્મચારીઓને મળશે સીધો જ લાભ